Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાનીમાં નારી શકિતના દર્શનઃ તિરંગો છવાયો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હૂમલા અને બદલાના ભાગરૂપે ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી 'ઓપરેશન સિંદૂર'ની સફળતા અને ભારતીય સેનાના પરાક્રમની ઉજવણી માટે સમગ્ર ભારતભરની નારીશક્તિ મેદાનમાં છે, જેના સંદર્ભમાં જામનગરમાં પણ સોમવારે સાંજે 'નારી શક્તિ સિંદૂર યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસ્ભ્ય રિવાબા જાડેજાની રાહબરીમાં વિશાળ સંખ્યામાં બહેનો જોડાયા હતા, અને નારી શક્તિના દર્શન થયા હતા, સાથે તિરંગો પણ છવાયો હતો. રાષ્ટ્રીય સુરક્ષા માટે નારી શક્તિ સિંદૂર યાત્રાનો પ્રારંભ સોમવારે સાંજે ૫ વાગ્યે ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની માં પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા શહીદ સ્મારક પાસેથી થયો હતો. જ્યાં શહીદોને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ નારી શક્તિ સિંદૂર યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા શરૂસેકશન રોડ, જોગસ પાર્ક, વિરલબાગ થઈ ડીકેવી સર્કલ પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી. આ નારી શક્તિ સિંદૂર યાત્રામાં બહેનો હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે જોડાઈ હતી અને ભારત માતાકી જય ના નારા ગજવી મુકયા હતા જેથી તિરંગામય વાતાવરણની સાથે સાથે નારી શક્તિના વિશેષ રૂપે દર્શન થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial