Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીનું ઉપરાણું લેનાર રાજકીય મોટામાથાની વગના કારણે કંપની સામે કોઈ પગલા લેવાતા નથી ! પ્રજાના નાણાનો બેફામ વ્યય
જામનગર તા. ૨૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુડવોટસ વેસ્ટ ટુ એનર્જી પ્રા.લિ. નામની કંપનીને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવા દેવામાં આવ્યો હતો. શહેરમાં જનરેટ થતા ગાર્બેજનો સાયન્ટીફીક નિકાલ કરવાની કામગીરી કરવાની શરતે કામ ચાલુ હતંુ. પણ એપ્રિલ મહિનામાં પ્લાન્ટ બંધ રહ્યો અને આજની તારીખે મે મહિનામાં પણ પ્લાન્ટ બંધ છે.
આ સંજોગોમાં મહાનગરપાલિકા પ્રજાના નાણામાંથી ગાર્બેજ કલેકશન કરતા વાહનોમાં ગાર્બેજનો અન્યત્ર નિકાલ કરવો પડી રહ્યો છે. આ કામગીરી માટેનો જંગી ખર્ચ મહાનગરપાલિકા ભોગવી રહી છે.
મહાનગરપાલિકાએ ગત ૨૩મી એપ્રિલ, ૨૦૨૫ના દિને કંપનીને નોટીસ આપી હતી. તેમ છતાં કંપનીએ કોઈ જવાબ કે દાદ આપી ન હતી. હવે મહાનગરપાલિકાએ રિમાઈન્ડરના સ્વરૂપમાં તા. ૧૫.૫.૨૦૨૫ના બીજી નોટીસ આપી છે, જેમાં પાંચ દિવસમાં પ્લાન્ટ ચાલુ કરવા અને કામગીરી પૂર્વવત કરવા સૂચના આપવામાં આવી છે.
હવે આ નોટીસમાં જણાવ્યા મુજબ પાંચ દિવસનો નોટીસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરની ટમર્સ એન્ડ કન્ડીશન મુજબ તાકિદે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. !
જામનગરમાં આ કંપનીના પ્લાન્ટ માટે કોઈ રાજકીય મોટા માથાની ભલામણ થઈ હોવાનું ચર્ચામાં છે. અને તેના કારણે જ આ કંપનીની કામગીરી ઘણાં સમયથી વિવાદમાં રહી છે. છેવટે કંપનીની કામગીરી જ બંધ થઈ ગઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. મનપાએ પાઠવેલી નોટીસોને કંપની ગણકારતી નથી, અને તે માટે પણ કંપનીને કોઈ આંચ ન આવે તેવી વગનું પ્રભુત્વ હજી પણ યથાવત હોવાનું સમજાય છે.
જામનગર મહાનગરપાલિકા અને નોટીસમાં ખુદે કબુલ કર્યુ છે કે અત્યારે ગાર્બેજના નિકાલ માટેનો જંગી ખર્ચ મહાનગરપાલિકાએ અર્થાત પ્રજાની તિજોરીમાંથી થઈ રહ્યો છે.
આ કંપની સામે કડકમાં કડક કાયદાકિય કાર્યવાહી કરવા, તેની સામે નાણાકીય દંડ સ્વરૂપે વસુલાત કરવા સહિતની કાર્યવાહી કરવા તેમજ ગાર્બેજના નિકાલની સુચારૂ, પ્રજાને નુકસાન ન પહોંચાડે તેવી વ્યવસ્થા તાકિદે કરવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial