Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવકના પરિવાર તથા જ્ઞાતિજનો દ્વારા ન્યાય અપાવવા ઉગ્ર માગણીઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક યુવાને અન્ય જ્ઞાતિની યુવતી સાથે આંખ મળી જતાં તેની સાથે મૈત્રીકરાર કર્યા હતા. એકાદ વર્ષથી સાથે રહેતો આ યુવક યુવતીના પરિવારજનોની આંખમાં કણાની માફક ખટકતો હતો. બે સપ્તાહ પહેલાં આ યુવાનને ઉપાડી જવાયા પછી મારીને ફેકી દેવાયો હતો. સારવારમાં ખસેડાયેલા આ બેશુદ્ધ યુવકનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તે યુવાનને માર મારનાર શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી યુવકના પરિવારજનોએ એક તબક્કે મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરતા ચકચાર જાગી હતી.
આ બનાવની વધુ વિગત મુજબ જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી નજીક અવધનગરમાં વસવાટ કરતા આશિષ રાણાભાઈ અસ્વાર નામના યુવાનને થોડા મહિનાઓ પહેલાં એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા પછી આ યુગલે મૈત્રીકરાર કરી લીધા હતા અને એકાદ વર્ષથી તેઓ સાથે રહેતા હતા.
આ સંબંધ આશિષના પરિવારે તો સ્વીકારી લીધો હતો પરંતુ યુવતીના પરિવારને તે સંબંધ પસંદ આવ્યો ન હતો તેથી તણખા ઝરતા હતા તેથી ગઈ તા.૬ના દિવસે આશિષને ઉપાડી લેવામાં આવ્યો હતો. આ યુવાન સમય મુજબ પોતાના ઘેર ન આવતા યુવતીએ તેને ફોન કર્યાે હતો પરંતુ ફોન રિસીવ થતો ન હતો. તેથી હાંફળી ફાંફળી બનેલી યુવતીએ અજુગતુ બન્યાની આશંકાથી પોતાના ફઈને ફોન કરતા આશિષને યુવતીના પિતા તથા ફૂઆ સહિતના પરિવારના વ્યક્તિઓ ઉઠાવી ગયાનું જાણવા મળ્યું હતું. તેથી યુવતીએ આશિષના પરિવારને પણ જાણ કરી હતી. તે દરમિયાન આશિષ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.
બેશુદ્ધ રહેલા આ યુવાનને તા.૭ના દિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તે પછી સારવાર મળવા છતાં આશિષ ભાનમાં આવ્યો ન હતો અને ગઈકાલે તેનું મૃત્યુ નીપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
હોબાળો મચતા વિપ્ર યુવકના સગા-સંબંધી અને જ્ઞાતિજનો જી.જી. હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં એક તબક્કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ ન નોંધે અને આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરાતા સમજાવટ શરૂ કરાઈ હતી અને પોલીસ આ કિસ્સામાં જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી અપાતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
આમ, પ્રેમસંબંધમાં બંધાયેલા યુગલમાંથી યુવકને યુવતીના પરિવારજનોએ બેફામ માર મારી મૃત્યુ પામે તેવી હાલતમાં મૂકી દીધા પછી સારવારમાં આ યુવાનનું મૃત્યુ થતાં ભારે ચકચાર પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial