Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાફિઝ સઈદ, સાજિદ મીર, મસુદ અઝહર, લખવી સહિતના ભારતના અપરાધી આતંકીઓ ભારતને પરત નહીં સોંપાઈ ત્યાં સુધી
તેલઅવીવ તા. ૨૦: ઈઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદર હજુ ચાલુ છે. પાકિસ્તાને હાફિઝ સઈદ, લખવી અને સાજિદ મીરની સોંપણી કરવી જ પડશે. આ આતંકવાદ વિરૂદ્ધ ભારતનું યુદ્ધ છે. ઓપરેશન સિંદૂર ભારતના અપરાધી આતંકીઓ પરત નહીં સોંપાય કે તેનું પતન નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે, અને ઈઝરાયલ સાથે મળીને આતંકવાદ સામે મોરચો માંડીશુ તેવી ખુલ્લી ચેતવણી તેમણે આપી હતી.
પહલગામ આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી સરકાર અને સેનાએ ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે.
હવે ઇઝરાયલમાં ભારતીય રાજદૂતે ફરી એકવાર ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે આ ઓપરેશન હજી પૂરું થયું નથી.
ઇઝરાયલમાં ભારતીય રાજદૂત જેપી સિંહ કહે છે કે ઓપરેશન સિંદૂર ત્યાં સુધી સમાપ્ત થશે નહીં જ્યાં સુધી પાકિસ્તાન હાફિઝ સઈદ, સાજિદ મીર, ઝકીઉર રહેમાન લખવી સહિત તમામ ભયાનક આતંકવાદીઓને ભારતને સોંપશે નહીં, અને પાકિસ્તાનની ધરતી પર આતંકી કેમ્પો ખતમ નહીં થાય.
તેમણે ૨૬/૧૧ના આરોપી તહવ્વુર રાણાને અમેરિકા દ્વારા ભારતને સોંપવાના ઉદાહરણનો ઉલ્લેખ કરતા પાકિસ્તાને હાફિઝ સઈદ, ઝાકીઉર રહેમાન લખવી અને સાજિદ મીરને પણ ભારતને સોંપવા જોઈએ. ભારત પાસે પુરાવા, દસ્તાવેજો, ટેકનિકલ માહિતી શેર કરવામાં આવી છે. છતાં આ આતંકવાદીઓ મુક્તપણે ફરી રહૃાા છે.
ઉલ્લેખનિય છે કે, સાજિદ મીર અને ઝાકીઉર રહેમાન લખવી બંને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી છે. સાજિદ મીર ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. પાકિસ્તાનના આતંકવાદીઓ બોટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. મીરે પોતે પાકિસ્તાનથી ફોન પર સૂચનાઓ આપી હતી. અમેરિકા અને ભારત પાસે આ સંદર્ભમાં વોઇસ રેર્કોડિંગ, કોલ ડેટા અને જુબાનીઓ છે. ઝાકીઉર રહેમાન લખવી લશ્કર-એ-તૈયબાનો ઓપરેશનલ ચીફ છે અને ૨૬/૧૧ના હુમલાનો મુખ્ય કાવતરાખોર છે.
જેપી સિંહે ખુલાસો કર્યો કે ૧૦ મેના પાકિસ્તાનમાં નૂર ખાન એરબેઝ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇસ્લામાબાદમાં ભય ફેલાયો હતો. તે પછી પાકિસ્તાનના ડીજીએમઓએ પોતે ભારતનો સંપર્ક કર્યો હતો અને યુદ્ધવિરામની માંગણી કરી હતી.
ઓપરેશન સિંદૂરનું કારણ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા સિંહે કહૃાું, પીડિતોને તેમના ધર્મ વિશે પૂછયા પછી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે પાકિસ્તાને સિંધુ જળ સંધિને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું, ત્યારે સિંહે કડક જવાબ આપ્યો, અમે પાણી વહેવા દીધું અને પાકિસ્તાન આતંક ફેલાવશે. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહૃાું છે કે - લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. જ્યાં સુધી આતંક વહે છે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે.
જેપી સિંહે કહૃાું કે, ભારત અને ઇઝરાયલ જેવા દેશોએ સાથે મળીને આતંકવાદ અને આતંકવાદને ટેકો આપતા દેશો સામે ગઠબંધન બનાવવું જોઈએ.
પહલગામ હુમલાની તપાસ માટે પાકિસ્તાનની ઓફરને નકારી કાઢતા, તેમણે કહૃાું, મુંબઈ, પઠાણકોટ અને પુલવામાની તપાસનું શું થયું? કંઈ નહીં. આ ફક્ત દિશાવિહીન યુક્તિઓ છે.
ઇઝરાયલી ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં, જેપી સિંહે કહૃાું કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં આતંકવાદ સામે શરૂૂ કરવામાં આવ્યું હતું. ૨૨ એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મના આધારે લોકોને ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરતા પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછયો હતો અને ૨૬ નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા. ભારતનું ઓપરેશન આતંકવાદી જૂથો સામે હતું. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેના જવાબમાં પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ અને રહેણાંક વિસ્તારો પર હુમલો કરવાનું શરૂ કર્યું.
યુદ્ધવિરામ વિશે વાત કરતા જેપી સિંહે કહૃાું, યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે, પરંતુ અમે ઓપરેશન સિંદૂર પર પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે બંધ થઈ ગયું છે, સમાપ્ત થયું નથી. આતંકવાદ સામેની અમારી લડાઈ ચાલુ રહેશે. અમે એક નવી સામાન્ય સ્થિતિ સ્થાપિત કરી છે અને આક્રમક રીતે જવાબ આપ્યો છે. આતંકવાદીઓ જ્યાં પણ હશે, અમે તેમને મારીશું અને તેમની ઇમારતોનો નાશ પણ કરીશું. તેથી બધું હજી પૂરું થયું નથી.
સિંધુ જળ સંધિ વિશે વાત કરતા જેપી સિંહ કહે છે, સિંધુ જળ સંધિ ૧૯૬૦માં થઈ હતી. તેનો હેતુ બંને દેશો વચ્ચે મિત્રતા જાળવવાનો હતો. પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી એવું જોવામાં આવ્યું છે કે આપણે પાકિસ્તાનને પાણી આપીએ છીએ અને બદલામાં પાકિસ્તાન આપણા દેશમાં આતંકવાદી હુમલા કરે છે. આ અંગે લોકોમાં ઘણો ગુસ્સો હતો. વડા પ્રધાન પહેલાથી જ કહી ચૂકયા છે કે હવે પાણી અને લોહી એકસાથે વહેશે નહીં. ઓપરેશન સિંદૂર એ ભારતનું આતંકવાદ સામેનું યુદ્ધ છે
જેપી સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સિંધુ જળ સંધિ ચાલુ રાખવા માંગે છે, તો તેણે આતંકવાદનો અંત લાવવો પડશે. ઓપરેશન સિંદૂર એ ભારતનું આતંકવાદ સામેનું યુદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial