Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોર સુધીમાં છ ગેરકાયદેસર ઈમારત જમીનદોસ્ત કરવામાં આવીઃ
સલાયા તા. ૨૦: ખંભાળિયાના સલાયામાં કેટલાક સમયથી ઉભા થઈ ગયેલા અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર તંત્ર દ્વારા તવાઈ ઉતારવામાં આવી છે. આજ સવારથી પોલીસ બંદોબસ્ત હેઠળ કેટલાક બાંધકામોને પાડી નાખવા માટે કાર્યવાહી શરૂ કરાઈ હતી. બપોર સુધીમાં છ ઈમારતને જમીનદોસ્ત કરવામાં આવી હતી. અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની આ કાર્યવાહી યથાવત રખાશે.
સમગ્ર ગુજરાતભરમાં ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા અને અવારનવાર સુલેહ શાંતિનો ભંગ કરતા શખ્સો દ્વારા ઉભા કરી લેવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી નાખવા માટે શરૂ કરાયેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયામાં પણ ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના કેટલાક બાંધકામો તંત્રના રડારમાં આવ્યા હતા.
તે દરમિયાન સલાયાના કેટલાક શખ્સોના અનઅધિકૃત બાંધકામ તોડવા માટે આજ સવારથી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે વહેલી સવારથી સલાયામાં તંત્રવાહકો દ્વારા એક જેસીબી તથા અન્ય સાધનોને સાથે રાખી ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા અને હાલમાં જેમાંથી અમૂક શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત ગુન્હો નોંધાયેલો છે તેવા શખ્સોના અનઅધિકૃત બાંધકામોને તોડવાનું ચાલુ કરાયું છે. ડિમોલિશન શરૂ કરતા પહેલાં મામલતદાર વરૂ તેમજ સિટી સર્વે કચેરીના અધિકારીઓ અને તલાટીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સલાયા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પીઆઈ રાણાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં ગોઠવાયો હતો.
બપોર સુધીમાં તંત્ર દ્વારા છ જેટલી ગેરકાયદે ઈમારતને જમીનદોસ્ત કરવામાં આવી છે અને આ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial