Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તા. ર૯ એપ્રિલના ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ રહી છે.
શોભાયાત્રાના આયોજન અંગે યોજાયેલી બીજી બેઠકમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, ઉપરાંત શહેર પ્રમુખ આશિષ જોષી, મહામંત્રી હિરેન કનૈયા, સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ અને આ વખતની શોભાયાત્રાના કન્વિનર મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતિયા અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મિન ધોળકિયા, શહેર યુવા મહામંત્રી વિમલ જોષી ઉપરાંત અન્ય યુવા પાંખના યશભાઈ ભેદેવ, તેજસ કનૈયા, દેવેન શુક્લ, હર્ષલ જોષી, મેહુલ જોષી, હિતાર્થ જોષી, રુદ્ર પંડ્યા, દેવાંશુ શુક્લ અને ઉપેન્દ્ર વ્યાસની ઉપસ્થિતિમાં આયોજીત બેઠકમાં મહાનુભાવોએ પ્રાસંગિત પ્રવચન કર્યા હતાં તેમજ આગામી શોભાયાત્રા ભવ્યાતિભવ્ય બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ વખતની શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની પાલખી સાથે ૧પ જેટલા અન્ય વાહનો જોડાશે. પાંચ શણગારેલી ઘોડાગાડી, ડી.જે. સિસ્ટમ સાથેના ફ્લોટ્સ જોડાશે. પાલખી સાથે મોરબીથી આવેલ આકર્ષક લાઈટીંગવાળી છત્રી સાથેનો ફલોટ હશે. ૧પ૧ જેટલા બાળકો અને ર૦૦ થી વધુ બહેનો દ્વારા વિવિધ ધાર્મિક પ્રસંગોની કૃતિ રજૂ કરાશે. શોભાયાત્રાના રૂટ ઉપર ઠંડા પીણા વિતરણ કરાશે. કેટલાક સ્થળે આતશબાજી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial