Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકબાલભાઈ મસિતીયાવાળાનો ૨૨૨ નંબરનો ઘોડો પ્રથમ સ્થાને
જામનગર તાલુકાના ઢીંચડામાં યા શાહ મુરાદશાહ પીર બુખારી વલીની દરગાહ શરીફમાં ગઈકાલે ઉર્ષમુબારક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગઈકાલે બપોરે ર.૩૦ વાગ્યે ઘોડા રેસ તેમજ ઉંટગાડીની રેસ યોજાઈ હતી. જુદી-જુદી ત્રણ પ્રકારની ઘોડા રેસમાં કુલ ૪૭ ઘોડા જોડાયા હતાં. તેમાં સૌથી મોટા ઘોડાની રેસમાં પપ્પુ કાસમ ખફીનો પિસ્તોલ નામક ઘોડો પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યો હતો. જ્યારે હાજી ભા આયુબનો રાઈફલ નામનો ઘોડો બીજાસ્થાને પહોંચ્યો હતો. જે બન્નેનો ઘાડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારપછી બીજા રાઉન્ડમાં નાના ઘોડામાં જાફરભાઈ કોટાઈનો રોકેટ નામક ઘોડો પ્રથમસ્થાને, જ્યારે ઈકબાલભાઈ મસિતિયા વાળાનો રોઝો નામનો ઘોડો બીજાસ્થાને રહ્યો હતો. ઉપરાંત ત્રીજા નાના વછેરા ઘોડાની રેસમાં ઈકબાલભાઈ મસીતીયાવાળાનો રરર નંબરનો ઘોડો પ્રથમસ્થાને, પપ્પુભાઈ અખાણીનો ૪૭ નંબરનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. જે તમામ વિજેતાઓને પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે અરબી ઘોડાની રેસમાં એકમાત્ર હનીફભાઈ બેડીવાળાની અરબી ઘોડી પ્રથમસ્થાને રહી હતી અને તેમનું પણ પાઘડી પહેરાવીને સન્માન થયું હતું. આ ઉપરાંત ઊંટ ગાડીની રેસમાં ચાર ઊંટગાડી જોડાઈ હતી. જેમાં અબ્દુલભાઈ ઉંમરભાઈની ઊંટગાડી પ્રથમસ્થાને, જ્યારે કરીમભાઈ બેડેશ્વરવાળાની ઊંટગાડી બીજાસ્થાને રહી હતી. જે બન્નેને પણ પાઘડી પહેરાવી બહુમાન કરાયું હતું. ત્યારપછી રાત્રિના કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial