Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં તા. ૧૦ થી ૧૩મી મે દરમિયાન બે તબક્કામાં થશે સિંહોની વસતિ ગણતરી

રાજ્ય સરકારનો વન્ય વિરાસત સંરક્ષણનો અભિગમ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. રરઃ આગામી તા. ૧૦-પથી ૧૩-પ-ર૦રપ દરમ્યાન રાજ્યમાં બે તબક્કામાં સિંહ વસતિ ગણતરી થશે.

ગુજરાત સરકાર દ્વારા વન્ય વિરાસતના સંરક્ષણ તરફ એક કદમના ભાગરૂપે આગામી તા. ૧૦-પ થી ૧૩-પ-ર૦રપ સુધી બે તબક્કામાં સિંહ સંરક્ષીત વિસ્તારમાં ૧૬મી વસ્તિ ગણતરી થશે.

આ સિંહની વસતિ ગણતરીમાં કુલ ૧૧ જિલ્લાના ૩પ હજાર ચો.કિ.મીના વિસ્તારને ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિ હેઠળ આવરીને વસ્તિ ગણતરી કરવામાં આવશે.

જો કે ઉલ્લેખનીય છે કે ભારતમાં પપ ટાઈગર રીઝર્વ વાઘની ૩૮૮રની વસતિ સામે ૭૮ હજાર ચો.કિમી ના વિસ્તાર છેજ્યારે સિંહ માટે પાંચ જ અભ્યારણ્યોમાં ૩પ હજાર ચો.કિમી વિસ્તાર જ છે તેમાં પણ જંગલનો વિસ્તાર ઘટવા લાગતા સિંહો શહેરી વસતિ તરફ આવવા લાગ્યા છે.

ગુજરાતમાં એશિયાટીક લાયન માટે ગીર, બરડો, પાલીયા, મીતીયાણા તથા ગીરના અભ્યારણ્યો છે જેમાં ગીર સૌથી મોટું ૧૪૧૨ ચો.કિમીનું અભ્યારણ્ય છે. ર૦ર૦માં ૧પ૧ સિંહના વધારા સામે ૬૭૪ સિંહો નોંધાયા હતાં. તે ર૦ર૪માં ૮પ૦ જેટલા થયા હતાં અને ર૦રપની મે માસની વસતિ ગણતરીમાં વધારો થવા સંભાવના છે. સરકાર દ્વારા સિંહોના સંવર્ધન માટે તથા સંરક્ષણ માટે કરોડોની ગ્રાંટો પણ ફાળવાય છે તથા ચાલુ વર્ષમાં બરડા અભ્યારણ પણ સિંહ દર્શનમાં વિકસાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh