Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરમાં પીજીવીસીએલના ઈજનેરોની પ્રશંસનીય કામગીરીઃ
ખંભાળિયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં જામનગર સુપ્રી. ઈજનેર પી.જી.વી.સી.એલ. હસિત વ્યાસ તથા ખંભાળિયા કાર્ય. ઈજનેર ગોઝીયાના માર્ગદર્શનમાં થોડા સમય પહેલા જ ખંભાળિયા શહેર ડે. ઈજનેર પી.જી.વી.સી.એલ. તરીકે કામગીરી શરૂ કરનાર રોનક પટેલ દ્વારા ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં વીજળીના પ્રશ્નો લો વોલ્ટેજ, વારંવાર વીજ વાયરો તુટવા, ઓછી ક્ષમતાના ટ્રાન્સફોર્મરો વિ.ના પ્રશ્નોને ધ્યાને લઈને ખાસ આયોજન કરીને ઉનાળાની પહેલા જ અનેક સ્થળો જેમ કે નગર ગેઈટ વિસ્તાર, ઘી ડેમ વિસ્તાર, રામનાથ વિસ્તાર, શકિત નગર વિસ્તાર વિગેરે સ્થળે ૧૧ કે.વી.ના હેવી વીજ વાયરો નાખતા વારંવાર વીજ વાયરો તુટવા, પંખી બેસતા પુરવઠો ખોરવાયોના પ્રશ્નો હલ થયા હતા આ ઉપરાંત લાઈન સ્ટાફ સાથે સતત ચેકીંગ કરાવીને જયાં જયાં વીજ કનેકશનોના પ્રમાણમાં ઓછી ક્ષમતાના ટ્રાન્સફોર્મરો હોય ત્યાં ત્યાં ઉંચી ક્ષમતાના ટ્રાન્સફોર્મરો નાખવામાં આવતા હાલ ઉનાળામાં ખૂબ જ માંગ વધવા છતાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં વાયરો તૂટયા કે ઓછા વીજ વોલ્ટેજ આવવાના પ્રશ્નો જ ઉભા થતાં નથી.
ડે. ઈજનેર પટેલે જણાવેલ કે થોડા જ સમયમાં શહેરની અંદરના વિસ્તારો મેઈન બજાર, પોર ગેઈટથી લોહાણા મહાજનવાડી, મામલતદાર કચેરી જુની, વિગેરે વિસ્તારોમાં પણ હેવી કેબલ નાખવાની કામગીરી કરીને આ વિસ્તારોમાં પણ વીજ પ્રશ્નો શૂન્ય થાય તેવું આયોજન કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial