Advertisement
Author: નોબત સમાચાર

કણઝારીયા (પાનસેરીયા) પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન

જામનગર તા. ૨૨: કણઝારીયા (પાનસેરીયા) પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા તા. ૨૬-૪ને શનિવાર સુધી સુરાપુરા ડાડા ગોવાબાપાનું સ્થાનક, બેડ મુકામે યોજવામાં આવી છે. કાનદાસ બાપુ ગોંડલીયા (વિરમદડવાળા) વ્યાસાસને બિરાજીને સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન કથાનું રસપાન કરાવી રહ્યાં છે. જેમાં તા. રર ના સાંજે પ વાગ્યે શ્રી નૃિંાહ અવતાર, તા. ૨૩ના બપોરે ૧૨ વાગ્યે ગજેન્દ્ર મોક્ષ-વામન અવતાર, શ્રીરામ અવતાર, સાંજે ૫ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, તા. ૨૪ના શ્રીકૃષ્ણ બાળલીલા, સાંજે ૫ વાગ્યે શ્રી ગોવર્ધન પૂજા, તા. ૨૫ના બપોરે ૧૨ વાગ્યે મથુરા ગમન- કંશ વધ, સાંજે ૫ વાગ્યે શ્રી રૂક્ષ્મણી વિવાહ, તા. ૨૬ના શ્રી સુદામા ચરિત્ર, અને કથાની પૂર્ણાહુતિ થશે.  કથા દરમિયાન તા. ૨૩-૪ના રાત્રે બાબળા ભૂત નાટક મંડળી, તા. ૨૫ના ભજન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં શ્રુતી દુધરેજીયા, સુનીતા મારૂ અને જયરાજભાઈ સોની કલા રજુ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh