Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાણ ખનિજ વિભાગ દ્વારા
ખંભાળિયા તા. ૨૨: દ્વારકા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગને બે વર્ષમાં રૂ. ૧૨૯ કરોડની રોયલ્ટીની આવક થઈ છે, અને રૂ. ૫૫૫ લાખનો દંડ વસુલાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનીજ અધિકારી કે.જે. રાજપુરા તથા તેમની ટીમ દ્વારા ઉત્તરોત્તર પ્રશંસનીય કામગીરી ખનીજચોરી તથા દંડ વસુલાતની કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષની સ્થિતિ જોઈએ તો ૨૦૨૩-૨૪ ના વર્ષમાં કુલ ૧૭૦ કેસોમાં ૨૨૬ લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી જયારે ૨૦૨૪-૨૫ના વર્ષમાં કુલ ૨૬૯ ખનીજ ચોરીના કેસો સામે ૩૨૯.૨૪ લાખ મળીને બે વર્ષમાં ૫૫૫ લાખથી વધુ દંડની વસુલાત કરવામાં આવી હતી. બે કેસમાં વસૂલાતના હુકમ થયા હતાં.
દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ખનીજની વાર્ષિક આવક ૫૫.૭૩ કરોડ હતી તે ૨૦૨૪-૨૫માં ૭૪.૦૮ કરોડની એટલે કે બે વર્ષમાં ૧૨૯.૮૧ કરોડની ખનીજ રોયલ્ટીની આવક થઈ છે.
દ્વારકા જિલ્લામાં બોકસાઈટ લાઈમ સ્ટોન તથા બ્લેકટેપ વિ.ની કુલ ૧૧૨ લીઝો ખનીજોની કાર્યરત છે. ખાણ ખનીજ અધિકારી કે.જે. રાજપુરા તથા સ્ટાફ દ્વારા સમયાંતરે ચેકીંગ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial