Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોટલ-રેસ્ટોરન્ટ, રેસી.કોમ. કોમ્પ., ગેસ અને જ્વલનશીલ પદાર્થોના સ્થળોઃ મંડપ સર્વિસ-સ્ટ્રક્ચરો ઉપરાંત
જામનગર તા ૬: જામનગર મહાનગરપાલિકા તેમજ જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા) ના હદ વિસ્તારમાં આવેલ તમામ મોલ, મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલો, શાળા-કોલેજો, હોટેલ-રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્સ પેટ્રોલપંપ, ગેસ ગોદામ તેમજ ગેસ ફિલિંગ સ્ટેશન, સળગી ઉઠે તેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેવા બિલ્ડીંગો તથા અન્ય એવી તમામ ઓક્યુપેન્સી જ્યાં ૫૦ થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બિલ્ડિંગના માલિકો/ઓક્યુપાયર્સને જાહેર જાણ કરવામાં આવે છે કે, ગુજરાત ફાયર સેફટી મેજર એકટ તથા તેના હેઠળના નિયમો મુજબ તમામ સંબંધિત એકમો માટે ફાયર સેફટી સર્ટિફિકેટ (એનઓસી) મેળવવું તથા સમયમર્યાદામાં તેનું રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે.
નારિન્યુઅલ પ્રક્રિયા ગુજરાત ફાયર સેફ્ટી સીઓપી પર ઓનલાઈન કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત બિલ્ડિંગના માલિક/ઓક્યુપાયર પર રહેશે. જે એકમોએ હજી સુધી સર્ટિફિકેટ મેળવેલ નથી અથવા રિન્યુઅલ બાકી છે, તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી લેવી. અન્યથા લાગુ નિયમો મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ માં જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ-૨૫૩ તથા ૨૫૪ મુજબ તમામ બાંધકામ કરનાર આસામીઓએ બાંધકામ અંગેની વિકાસ પરવાનગી અને વપરાશ પરવાનગી મેળવવી પણ ફરજીયાત છે. હાલે ગુડા-ર૦રર (ઈમ્પેકટ એકટ) હેઠળ અરજી કરવાની સમય મર્યાદા સરકાર તા. ૧૬/૬/૨૬ સુધી વધારવામાં આવેલ છે. આથી ઉપરોકત દર્શાવેલ બાંધકામો પૈકી જો કોઈ બાંધકામોએ ધોરણસરની વિકાસ કે વપરાશ પરવાનગી મેળવેલ ન હોય, તો તુરંત જ આ કાયદાને આધિન અરજદાર થઈ મંજુરી મેળવી લેવા જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ ને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે.
બિલ્ડિંગમાં સ્થાપિત તમામ ફાયર સેફટી સિસ્ટમ અને સાધનો કાર્યરત છે. તેની નિયમિત ચકાસણી કરવી તથા સમયાંતરે મેન્ટેનન્સ કરાવવું.
ઉનાળાની સીઝનમાં આગનના મોટાભાગના બનાવ ઇલેકિટ્રકલ કારણોસર થતા હોઈ, બિલ્ડિંગની ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોનું સરકાર માન્ય કોન્ટ્રાકટર દ્વારા ઓડિટ કરાવવું. એસી યુનિટ્સ સતત પૂર્ણ ક્ષમતા પર ચલાવવાના બદલે યોગ્ય ગેપ સાથે ચલાવવા તથા સમયસર સર્વિસિંગ કરાવવું.
ઈમરજન્સી દરમિયાન સલામત બહાર નીકળવા માટે સ્ટેરકેસ તથા ઈવેક્યુએશન રૂટ હંમેશા ખુલ્લા અને અવરોધમુક્ત રાખવા. આ રૂટમાં કોઈપણ પ્રકારના સામાન, ગ્રીલ, ઇલેક્ટ્રિકલ બોર્ડ કે એસી આઉટડોર યુનિટ સ્થાપિત ન કરવા. બિલ્ડિંગના બેઝમેન્ટ, પાર્કિંગ અથવા અન્ય જગ્યાએ બિનજરૂરી કચરો, ફર્નિચર, કાર્ડબોર્ડ વગેરે સંગ્રહ ન કરવા.
ભંગાર સંગ્રહ કરતી જગ્યાઓનાએ ખાસ આગ સુરક્ષા પગલાં લેવાં અને જોખમકારક સંગ્રહ ટાળવો.
લગ્ન, ઇવેન્ટ અથવા અન્ય પ્રસંગો માટે ઉભા કરવામાં આવતા ટેમ્પરરી સ્ટ્રક્ચર/મંડપમાં તમામ બાજુઓથી પૂરતા ઈમરજન્સી એકિઝટ રાખવા તથા જરૂરી ફાયર સેફટી સાધનો (ફાયર એકિસ્ટંગ્યુઇશર વગેરે) કાર્યરત સ્થિતિમાં રાખવા અનિવાર્ય રહેશે જેથી આપાતકાળમાં તેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે.
આ તમામ સૂચનાઓનો કડકપણે અમલ કરવો. કોઈપણ પ્રકાર ની બેદરકારી જણાય તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેર નોટિસની સૂચનાને અવગણીને જો કોઈ ફાયરના સાધનો અને એનઓસી ની કાર્યવાહી નહિ કરે અને જો કોઈ અનિચ્છિય બનાવ બનશે તો તેની બધી જ જવાબદારી જે-તે જગ્યાના ઉપયોગકર્તા તેમજ માલિકની રહેશે જેની આથી સખત તાકીદ કરવામાં આવે છે.
આ નોટિસ કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે તથા સામાન્ય જનહિતમાં જાહેર કરવામાં આવે છે. તેમ મ્યુનિસિપલ કમિશનર (જામનગર મહાનગરપાલિકા) ની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial