Advertisement
Author: નોબત સમાચાર

માઁ શ્રી લક્ષ્મીજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ત્રિ-દિવસીય પંચકુંડી યજ્ઞ મહોત્સવ યોજાશે

જામનગરની શ્રી લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરની લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા સ્વ. પ્રભાબેન બી. વાઘેલા મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી માઁ શ્રી લક્ષ્મીજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, ત્રિ-દિવસીય પંચકુંડી યજ્ઞ મહોત્સવનું આયોજન જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ જ્ઞાતિની વાડીમાં કરવામાં આવ્યું છે.

તા. ૬-પ-ર૦ર૬ ના સવારે પંચકુડી યજ્ઞનો આરંભ થશે. સવારે ૮ વાગ્યે દેહશુદ્ધિ, સવારે ૧૦ વાગ્યે ગણેશ સ્થાપન, પૂજા વિધિ, બપોરે ૩ વાગ્યે અરણી મંથન, અગ્નિ પૂજન, સાંજે ૬ વાગ્યે આરતી-પૂજા થશે.

તા. ૭-પ-ર૦ર૬ ના સવારે ૮-૩૦ વાગ્યે પ્રાતઃ પૂજા, ૯-૩૦ વાગ્યે ગ્રહશાંતિ, સવારે ૧૦ વાગ્યે જળયાત્રા-નગરયાત્રા, બપોરે ૩ વાગ્યે મૂર્તિ અભિષેક, ન્યાસ સાંજે ૪-૩૦ વાગ્યે કૂટિર વાસ્તુ અને હોમ, સાંજે ૬ વાગ્યે આરતી-પૂજા થશે.

તા. ૮-પ-ર૦ર૬ ના દિને સવારે ૮-૩૦ વાગ્યે પૂજાનો પ્રારંભ, ૯-૩૦ વાગ્યે પ્રધાન હોય, બપોરે ૧ર-૩૦ વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા, બપોરે ૩ વાગ્યે બીડું હોમાશે અને સાંજે ૪ વાગ્યે શિખર અભિષેક તથા ધ્વજારોહણ થશે.

શ્રી લક્ષ્મી માતાજીની પ્રતિમાના દાતા તરીકે સ્વ. પ્રભાબેન ભગવાનજીભાઈ વાઘેલા મેમોરિયલ ટ્રસ્ટ (હસ્તે ચેરમેન અરૂણભાઈ વાઘેલા અને વાઈસ ચેરમેન રેખાબેન વાઘેલા) એ લાભ લીધો છે, જ્યારે યજ્ઞ કુંડના મુખ્ય યજમાનપદે શ્રમીતી નિમિષાબેન વિમલભાઈ ચુડાસમા, યજ્ઞકુંડના સહયજમાન પદે અતુલભાઈ હરિભાઈ ભાયાણી, ભરતભાઈ નાનાલાલ સોલંકી, હિતેષ મધુભાઈ પરમાર, અમિતભાઈ મહેશભાઈ ચાવડા બિરાજશે.

પ્રાણપ્રતિષ્ઠા તથા ત્રિ-દિવસીય યજ્ઞ મહોત્સવમાં કુ. કૃતિશા વિમલભાઈ ચુડાસમા તરફથી ચાંદીની વાંસળી, સ્વ. મંજુલાબેન રમેશભાઈ પરમાર (હસ્તે હેતુલભાઈ પરમાર) તરફથી ઘી, સ્વ. માલતીબેન દિનેશભાઈ લખતરિયા તરફથી રૂ।. ૧૧,૧૧૧, જીતેન્દ્રભાઈ અનિલભાઈ રાઠોડ, સ્વ. કીર્તિભાઈ હંસરાજભાઈ લખતરિયા તરફથી રૂ।. ૧૧-૧૧ હજાર, રક્ષાબેન ગોહિલ (લંડન), મંગળાબેન ભરતભાઈ બગથરિયા, હરિબેન રામજીભાઈ લખતરિયા, સ્વ. દિનેશભાઈ જમનાદાસ મજીઠિયા તરફથી રૂ।. પાંચ-પાંચ હજારનું અનુદાન પ્રાપ્ત થયું છે, જ્યારે લાઈટ ડેકોરેશનના દાતા તરીકે સચિનભાઈ રમેશભાઈ પરમારે સહયોગ આપ્યો છે.

આ ત્રિ-દિવસીય મહોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, સૌરાષ્ટ્ર નાઈ બ્રાહ્મણ મંડળના પ્રમુખ મુકેશભાઈ ગાલોરિયા, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર અને વાણંદ જ્ઞાતિના મહિલા અગ્રણી રીટાબેન જોટંગિયા, ગુલાબનગર વાણંદ જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ લખતરિયા ઉપસ્થિત રહેશે.

આ મહોત્સવમાં વોર્ડ નં. ૯ ના વિજેતા કોર્પોરેટરો ધર્મિનાબેન સોઢા, ધીરેનભાઈ મોનાણી, મોનિકાબેન વ્યાસ અને દર્શનભાઈ શેઠનું અભિવાદન કરવામાં આવશે.

આ ભવ્ય ધાર્મિકોત્સવમાં જ્ઞાતિજનો, ધર્મપ્રેમીઓને પધારવા શ્રી લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ મનિષભાઈ મજીઠિયા, મહામંત્રી હેતુલભાઈ પરમાર, સહમંત્રી રાજેશભાઈ મારૂ, ખજાનચી વિમલભાઈ ચુડાસમા, આ. ઓડીટર જયભાઈ લખતરિયા, કારોબારી સભ્ય કિસનભાઈ ભાયાણી, જેન્તિભાઈ રાઠોડ, ભૂપતભાઈ જગતિયા, વિમલભાઈ મજીઠિયાએ અનુરોધ કર્યો છે.

મૂર્તિપ્રતિષ્ઠા અને યજ્ઞના આચાર્યપદે આચાર્ય જીતેન્દ્રભાઈ બિરાજશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh