Advertisement
Author: નોબત સમાચાર

લૂંટના ઈરાદે કરાયેલી હત્યાના આરોપીની ધરપકડઃ મૃતદેહને પાણી પાસે ફેંકી દેવાયો

સુભાષબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના સુભાષબ્રિજ નીચેથી સોમવારે સવારે એક પ્રૌઢનો હત્યા કરી નાખેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુન્હાની તપાસમાં એલસીબીએ વાઘેરવાડામાં રહેતા એક શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યા તથા લૂંટના આ ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. મૃતકને પુલ નીચે લઈ જઈ દોરીથી ફાંસો આપી માથામાં પથ્થરનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઈ આ શખ્સે રોકડની લૂંટ ચલાવ્યાની કબૂલાત મળવા પામી છે.

જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલી રંગમતી નદીના કાંઠેથી સોમવારે સવારે એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ પ્રૌઢની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવી ઓળખ મેળવતા બેડીના અસગરભાઈ કેરે આ મૃતદેહ પોતાના પિતા ઈસ્માઈલભાઈ હારૂનભાઈ કેરનો હોવાનું ઓળખી બતાવ્યું હતુંં.

રોજ સવારે વેચાણ કરવા માટે ત્રણબત્તી વિસ્તારમાં મચ્છી લેવા આવતા ઈસ્માઈલ કેર દરેડ પાસે મચ્છી વેચવા જતા હોવાની વિગત મળતા પોલીસે તે દિશામાં તપાસ કરી હતી. જેમાં સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટૂકડી પીઆઈ વી.બી. ચૌધરીના વડપણ હેઠળ જોડાઈ હતી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહ દ્વારા કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસાયા પછી મહેબુબ મહંમદહુસેન સચડા નામના વાઘેરવાડામાં રહેતા શખ્સની અટકાયત કરાઈ હતી.

આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઈસ્માઈલ કેર સાથે મિત્રતા હોવાનું અને આ પ્રૌઢ પૈસા સાથે રાખતા હોવાની પોતાને ખબર હોવાથી સોમવારે સવારે ઈસ્માઈલ કેરને સુભાષબ્રિજ નીચે બોલાવી દોરી વડે મહેબુબ સચડાએ ટૂંપો આપી પછાડી દીધા પછી માથામાં પથ્થરનો ઘા ઝીંકી ઈસ્માઈલભાઈની હત્યા કરી નાખી હતી અને તેઓને પાણીમાં ફેંકી દઈ રોકડની લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી છે. આરોપીનો કબજો સિટી એના પીઆઈ ડોડીયાએ સંભાળી આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh