Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાનગર હાઈસ્કૂલ પાસેથી ત્રણ બોટલ સાથે એક પકડાયોઃ
જામનગર તા. ૬: જામનગરના શાંતિનગર વિસ્તારમાં આવેલા એક મકાન પાસે પાર્ક કરવામાં આવેલી મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૯૧૦ ચપલા કબજે કર્યા છે. આ ચપલા જેના હોવાની આશંકા સેવાઈ છે તેની શોધ કરાઈ રહી છે. નવાનગર સ્કૂલ પાસેથી ગઈરાત્રે એક શખ્સ ત્રણ બોટલ સાથે પકડાઈ ગયો છે અને જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં એક દુકાનમાંથી દારૂની અડધી બોટલ સાથે બે ઝડપાયા છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગઈરાત્રે સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના અજયસિંહ, ક્રિપાલસિંહ, જયદીપસિંહને બાતમી મળી હતી કે, શાંતિનગરમાં એક મકાન પાસે રાખવામાં આવેલી મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.
તે બાતમીના આધારે પીઆઈ એમ.એન. ગઢવીની સૂચના તથા પીએસઆઈ ડી.જી. રાજના વડપણ હેઠળ બારેક વાગ્યે પોલીસે શાંતિનગરની શેરી નં.૪માં વિજયસિંહ હરીસિંહ જેઠવા નામના શખ્સના મકાન પાસે દરોડો પાડ્યો હતો. આ મકાનની બહાર રાખવામાં આવેલી જીજે-૧૦-એફ ૮૯૬૧ નંબરની વેગનઆર મોટર મળી આવી હતી. તેની તલાશી લેતા આ મોટરમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ૯૧૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૩,૧૮,૫૦૦ની કિંમતના દારૂના જથ્થા ઉપરાંત મોટર સહિત રૂ।.૪,૯૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. દરોડા પહેલાં આરોપી વિજયસિંહ નાસી ગયો હતો. તેની શોધ કરાઈ રહી છે.
જામનગરમાં નવાનગર સ્કૂલ પાસેથી ગઈરાત્રે સુરેશ ગિરધારીલાલ શર્મા ઉર્ફે સાંઈ નામનો શખ્સ દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાઈ ગયો છે. સિટી એ ડિવિઝન પોલીસે રૂ।.૧૫૦૦ની બોટલ કબજે કરી સુરેશ શર્માની ધરપકડ કરી છે.
જામજોધપુર શહેરમાં માર્કેટીંગ યાર્ડમાં આવેલી રાધિકા ટ્રેડીંગ નામની દુકાનમાં ગઈકાલે સાંજે સ્થાનિક પોલીસે દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની અડધી બોટલ સાથે જગદીશ શામજીભાઈ, મીત હરેશભાઈ રામોલીયા નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial