Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી વિધાનસભા માટે ચૂંટણીપંચની સત્તાવાર અધિસૂચના
કોલકત્તા તા. ૬: ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. ચૂંટણીપંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલી દેતા મમતા બેનરજીને ઝટકો લાગ્યો છે.
ચૂંટણી પંચે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ અધિસૂચના રાજયપાલને મોકલી આપવામાં આવી છે. જે રાજ્યમાં નવી સરકારના શપથગ્રહણ અને લોકતાંત્રિક પ્રક્રિયાના આગામી તબક્કાની શરૂઆત કરશે. આ પગલું મમતા બેનરજી માટે ઝટકો માની શકાય છે. જેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ દ્વારા નવી વિધાનસભાના ગઠન માટેની સત્તાવાર અધિસૂચના જારી કરવામાં આવી હતી. આ અધિસૂચના રાજયપાલને મોકલવાની સાથે જ રાજયમાં ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક રીતે અંત આવ્યો છે અને નવી સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
ચૂંટણીપંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી નવી વિધાનસભાની રચના માટે નોટિફિકેશન બહાર પાડવું એ એક મહત્ત્વપૂર્ણ બંધારણીય પ્રક્રિયા છે, અને ચૂંટણીપંચ દ્વારા નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે નિર્ધારિત નિયમો મુજબ સરકાર રચવાના આગામી પગલા લેવામાં આવશે.
પ્રાપ્ત થતા અહેવાલો મુજબ તા. ૮-મે ના ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે અને આગામી ૯-મે ના બંગાળમાં ભાજપની નવી સરકારનું ગઠન થઈ શકે છે અને શપથ સમારોહ યોજાઈ શકે છે. તેમાં વડાપ્રધાન મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થઈ શકે છે.
વિધાનસભાની મુદ્દત પૂરી થઈ ગયા પછી ધારાસભ્યપદે કોઈ રહેતું નથી અને નવી ધારાસભા રચાયા પછી ગૃહમાં નવા ધારાસભ્યો શપથ લેતા હોય છે. આ કારણે ટેકનિકલ રીતે પણ મમતા બેનરજી ધારાસભ્ય પણ રહેશે નહીં, તેથી નવા મુખ્યમંત્રીની શપથવિધિનો માર્ગ મોકળો થયો હોવાનો જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial