Advertisement
Author: નોબત સમાચાર

શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવાન પર બે શખ્સનો ધોકાથી હુમલોઃ ધમકી અપાઈ

સ્કૂટરમાં ધસી આવેલા બે શખ્સે માર માર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર તાલુકાના શાપર ગામના એક યુવાને થોડા સમય પહેલાં પ્રેમલગ્ન કર્યા પછી તેનો ખાર રાખી ગઈકાલે બપોરે આ યુવાન પર બે શખ્સે ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા શાપર ગામમાં રહેતા સંજય હરેશભાઈ ભાંભી (ઉ.વ.રર) નામના યુવાને થોડા સમય પહેલાં શાપર ગામના જ સુહાનીબેન પરબતભાઈ સાથે પરિવારની મરજી વિરૂદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હતા.

ત્યારપછી ગઈકાલે બપોરે સંજયભાઈ તથા અજયભાઈ મોટરસાયકલમાં સિક્કા પાટીયા તરફ જવા નીકળ્યા ત્યારે જ્યુપીટર સ્કૂટરમાં પાછળ ધસી આવેલા ભગવાનજી પરબતભાઈ અને હરેશ પરબતભાઈ રાઠોડ નામના બે શખ્સે વાહન સાથે કરતા સંજયભાઈએ બાઈક ઉભુ રાખ્યું હતું. તે પછી ભગવાનજી અને હરેશે ધોકાથી હુમલો કરી સંજયભાઈને માર માર્યાે હતો અને ગામમાં દેખાતો નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સંજયભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh