Advertisement
Author: નોબત સમાચાર

જલંધરમાં બીએસએફ હેડક્વાર્ટર પાસે ભયાનક બ્લાસ્ટઃ એક વ્યક્તિ ઘાયલ

ડિલિવરી બોયની સ્કુટીમાં વિસ્ફોટઃ તપાસ શરૂ

                                                                                                                                                                                                      

જલંધર તા. ૬: પંજાબના જલંધરમાં મંગળવારે મોડી સાંજે બીએસએફ હેડક્વાર્ટરની બહાર થયેલા એક ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. રાત્રે અંદાજે ૮-૧પ કલાકે થયેલો આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

આ ઘટના એક એક્ટિવા સ્કુટીમાં થઈ હતી, જેના કારણે વાહનના કૂરચા ઊડી ગયા હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ પછી તુરંત જ ફાયરબ્રિગેડની ટીમોએ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસ, ફોરેન્સિક અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ વિસ્તારને સીલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સ્કુટી ગુરપ્રીત નામના એક ફિલપકાર્ટ ડિલિવરી બોયની હતી. તે બીએસએફ હેડક્વાર્ટરની અંદર પાર્સલ આપવા ગયો હતો ત્યારે બહાર પાર્ક કરેલી તેની સ્કુટીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટના સ્થળની નજીક શાકભાજી માર્કેટ હોવાથી ત્યાં ભોટી સંખ્યામાં ભીડ હતી. પરિણામે ધડાકા પછી નાસભાગ મચી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ વાહનની ખામીને કારણે થયેલો વિસ્ફોટ લાગતો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ એક સુનિયોજિત ગ્રેનેડ હુમલો હોઈ શકે છે અને સ્કુટીમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ હવે આ ઘટના પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અને સ્થાનિક ગેંગસ્ટરોના નેટવર્કની તપાસ કરી રહ્યા છે. રિપોૃટસ મુજબ આ હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

તપાસકર્તાઓ આસપાસના સીસી ટીવી કૂટેજ ખંગાળી રહ્યા છે જેથી વિસ્ફોટકો કોણે અને કેવી રીતે પ્લાન્ટ કર્યા તે જાણી શકાય.

ઉલ્લેખનિય છે કે પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં બ્લાસ્ટની આ ત્રીજી મોટી ઘટના છે. આ અગાઉ ચંદીગઢમાં ભાજપ કાર્યાલયની બહાર અને પટિયાલના શંભુ રેલવે ટ્રેક પર પણ વિસ્ફોટ થયા હતાં, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. રાજ્યમાં સતત બની રહેલી આવી ઘટનાઓએ પંજાબની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh