Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યુ અંધજન માનવ સેવા કેન્દ્ર દ્વારા
જામનગર તા. ૬: જામનગરના દિવ્યાંગ નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ અંધજન માનવ સેવા કેન્દ્ર દ્વારા તા. ૯-૫ અને ૧૦-૫ એમ બે દિવસ માટે કિસાન ચોક, કબીર આશ્રમમાં ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ચેસ સ્પર્ધા, બ્રેઈન વાચન અને લોકગીત સ્પર્ધા યોજાનાર છે. જેમાં ગુજરાતમાંથી અંદાજે ૨૦૦ જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો ભાગ લેશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ બહેનોને કી-પેડ મોબાઈલ તથા વિજેતા બહેનોને એન્ડ્રોઈડ મોબાઈલના ઈનામ આપી સન્માન કરવામાં આવશે. આ સ્પર્ધાના આયોજનનો ઉદ્ઘાટન સમારોહ તા. ૯-૫ના સવારે ૯:૩૦ વાગ્યે અને સન્માન-આભાર દર્શન સાથે સમાપન સમારોહ તા. ૧૦-૫ના બપોરે ૩:૩૦ વાગ્યે યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial