Advertisement
Author: નોબત સમાચાર

દિયરની સગાઈની વાત કરવા પતિ સાથે જવાના ઈનકાર પછી પરિણીતાનો ગળાટૂંપોઃ પત્નીના રિસામણાથી યુવાને ખાધો ફાંસો

પૈસાની લેતીદેતીના મામલે ટેન્શન અનુભવતા પ્રૌઢની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કાલાવડના ડુંગરાળી દેવરીયા ગામમાં એક પરિણીતાએ પોતાના દિયરની નક્કી થયેલી સગાઈ પછી પતિ સાથે જવાનો ઈન્કાર કરી ગુસ્સામાં પોતાના ઘરમાં રહેલા લોખંડના પાઈપમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે પૈસાની લેતીદેતીના કારણે ટેન્શન અનુભવતા રહેતા નગરના પ્રૌઢે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. ભાણવડમાં રિસામણે બેસેલા પત્નીને તેડવા ગયેલા યુવાને પત્ની ન માનતા માઠું લાગી આવવાથી પંખાના હુંકમાં દોરડાથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવરીયા ગામમાં રહેતા ધર્મેશભાઈ ધીરૂભાઈ વાઘેલા નામના યુવાનના નાનાભાઈ ભરતની સગાઈની ચાલી રહેલી વાત દરમિયાન તેમના પરિવારના સભ્યો ખોજાબેરાજા ગામ જવા માટે સોમવારે રવાના થયા પછી જામનગર ગુંદા વેચવા ગયેલા ધર્મેશભાઈ બપોરે એકાદ વાગ્યે પોતાના ઘેર આવ્યા હતા.

તેઓએ પોતાના પત્ની પૂજાબેન (ઉ.વ.૩૦)ને ભરતની સગાઈનું નક્કી કર્યું છે અને આપણે વહેવાર માટે જવાનું છે તેમ કહેતા પૂજાબેને અત્યારે જવું નથી તેમ કહેતા ધર્મેશભાઈએ પોતાના સગાભાઈની વાત હોય તો આપણે જવું પડે તેમ જણાવતા તમારે જવું હોય તો જાઉં તેમ ગુસ્સા પૂજાબેન બોલ્યા હતા. તેથી ધર્મેશભાઈ અને તેમના બહેન ખોજાબેરાજા ગામ ગયા હતા. પાછળથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પૂજાબેને પોતાના મકાનના છાપરામાં રહેલા લોખંડના પાઈપમાં દોરી બાંધી ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો જેની ત્રણેક વાગ્યે ઘેર આવેલા ધર્મેશભાઈને જાણ થઈ હતી. તેઓએ પૂજાબેનને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસને તેની જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પતિ ધર્મેશભાઈ વાઘેલાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના નિલકંઠ પાર્કમાં શેરી નં.૩માં રહેતા કીર્તિભાઈ જીવાભાઈ વાયા (ઉ.વ.પ૬) નામના પ્રૌઢે ગઈકાલે બપોરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમના પત્ની દક્ષાબેને પોલીસને જાણ કરી છે. દોડી ગયેલા સિટી સી ડિવિઝનના જમાદાર એચ.એ. પરમારે મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને દક્ષાબેનનું નિવેદન નોંધ્યું છે.

આ મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યા મુજબ કીર્તિભાઈએ કેટલાક વ્યક્તિઓને પૈસા આપવાના બાકી હતા અને અમૂક લોકો પાસેથી પૈસા લેવાના થતાં હતા. તેનું સતત ટેન્શન અનુભવતા આ પ્રૌઢે ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રામેશ્વર પ્લોટમાં રહેતા મનસુખભાઈ ચનાભાઈ બાટા (ઉ.વ.૩૫) નામના યુવાનના પત્ની છેલ્લા એકાદ વર્ષથી રિસામણે ચાલ્યા ગયા હતા. પત્નીને પરત આવી જવા માટે સમજાવટ માટે અને સોમવારે તેઓને તેડવા ગયેલા મનસુખભાઈની સાથે તેમના પત્ની ન આવતા મનસુખભાઈને માઠું લાગી આવ્યું હતું. આ યુવાને સોમવારે રાત્રે પોતાના ઘરમાં છતમાં રહેલા હુંકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ બાટાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh