Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ખંઢેરા પાસે સ્લીપ થયેલું બાઈક પીલોર સાથે ટકરાતા એકનું મૃત્યુ

જાંબુડા પાટિયા પાસે છકડાએ ઠોકર મારતા દંપતી ઘવાયુંઃ

જામનગર તા. ૧૯ઃ કાલાવડના ગોલણીયા ગામમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના બે યુવાન બુધવારે સાંજે બાઈક પર જતા હતા ત્યારે ખંઢેરા ગામની ગોળાઈમાં બાઈક સ્લીપ થઈને એક પીલોર સાથે ટકરાઈ પડતા એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જામનગરના દંપતીના બાઈક સાથે જાંબુડા પાટિયા નજીક રિક્ષા છકડો ટકરાઈ પડ્યો છે. ઘવાયેલા દંપતીને સારવારમાં ખસેડવામાં આવ્યું છે.

કાલાવડ તાલુકાના ગોલણીયા ગામ પાસે આવેલા ફૂલઝર ડેમ નજીક રહેતા મૂળ મધ્યપ્રદેશના મુઝફ્ફરપુર જિલ્લાના પતારી ગામના વતની દેવેન્દ્રભાઈ વશિષ્ઠભાઈ સહની (ઉ.વ.૪૦) માછીમારી કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ બુધવારે બપોરે પોણા ચારેક વાગ્યે પોતાના મિત્ર મુકેશ ફૂલકેસરભાઈ માજી સાથે જીજે-૩-એલએલ ૬૦૮૭ નંબરના મોટરસાયકલમાં કાલાવડના નાગપુરથી ભરતપુર ઉંડ ડેમ જવા માટે નીકળ્યા હતા.

આ બંને વ્યક્તિઓ જ્યારે ખંઢેરા નજીક પહોંચ્યા ત્યારે વળાંકમાં મોટરસાયકલના ચાલક દેવેન્દ્રભાઈએ કાબુ ગૂમાવતા સર્પાકારે દોડીને મોટર સાયકલ નજીકમાં આવેલા એક ખેતરના લોખંડના દરવાજાના પીલોર સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં દેવેન્દ્રભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે પાછળ બેસેલા મુકેશને સામાન્ય ઈજા થઈ હતી.

બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે દેવેન્દ્રભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે મુકેશ ફૂલકેસરભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં તાળીયા હનુમાન મંદિર પાસે રહેતા કિશોરભાઈ પરસોત્તમભાઈ પરમાર તથા તેમના પત્ની માધવીબેન ગયા રવિવારે સાંજે જીજે-૧૦-એજી ૬૪૪૫ નંબરના મોટર સાયકલમાં ધ્રોલથી જામનગર આવી રહ્યા હતા. તેઓ જ્યારે જાંબુડા પાટિયા પાસે પેટ્રોલપંપ નજીક પહોંચ્યા ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલી એક છકડો રિક્ષાએ તેઓને ઠોકર મારી દીધી હતી. ફેંકાઈ ગયેલા કિશોરભાઈનો હાથ ભાંગી ગયો છે. જ્યારે તેમના પત્નીના પગમાં ફ્રેક્ચર થયું છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છકડાના ચાલક સામે કિશોરભાઈએ ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh