Advertisement
Author: નોબત સમાચાર

સોનગઢમાં આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ

૮૮ વર્ષ પહેલા કાનજીસ્વામીએ સોનગઢને સાધના ભૂમિ બનાવીઃ ૩૮ વર્ષ પછી ફરી વખત મહોત્સવ

સિહોર તાલુકાના સોનગઢમાં આવતીકાલ તા. ૧૯ મીથી તા. ર૬ મી સુધી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. સોનગઢની આ પવિત્ર તપો ભૂમિમાં ૩૮ વર્ષ પછી ફરીવખત દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા મહા મંગલકારી જિનબિંબોના આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મહોતસવ દરમિયાન રાજકીય અને સામાજિક મહાનુભાવો આવશે. જે અંતર્ગત આગામી તા. ર૧ મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોનગઢ કાર્યક્રમમાં હાજરી આપશે. જેના કારણે મુમુક્ષુ સમાજમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નોંધનિય છે કે, વિશ્વમાં બીજા નંબરની બાહુબલી મુનીન્દ્રની પ્રતિમા સોનગઢમાં બિરાજમાન થશે.

આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આજે તા. ૧૯ જાન્યુઆરીથી તા. ર૬ જાન્યુઆરી સુધી આયોજન થયું છે. જેના કારણે સમગ્ર મુમુક્ષુ સમાજમાં અનેરો ઉત્સાહ-આનંદ વર્તી રહ્યો છે. જેમાં ભારતભરમાંથી તેમજ વિદેશના અનેક દેશોમાંથી અંદાજિત ર૦ હજાર લોકો આ મહોત્સવમાં જોડાશે.

આ કાર્યક્રમ પ્રથમ દિવસ તા. ૧૯-૧-ર૦ર૪ ને શુક્રવારના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની શરૃઆત ધર્મધ્વજા રોહણ અને ઈન્દ્ર પ્રતિષ્ઠા, ઈન્દ્ર શોભાયાત્રા અને ગુરુદ્વના પ્રવચનથી થશે. તા. ર૦-૧-રર૪ ને શનિવારના ગર્ભ કલ્યાણક પૂર્વ ક્રિયા અંતર્ગત શાંતિ જાપ, જિનેન્દ્ર દેવ અભિષેક અને પૂજન, ગુરુદેવનું પ્રવચન અને શ્રીયાગ મંડળ વિધાન કરાશે. તા. ર૧-૧-ર૦ર૪ ને રવિવારના ગર્ભકલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં શાંતિ જાપ, જિનેન્દ્ર દેવ અભિષેક અને પૂજન, સૌધર્મ ઈન્દ્રસભા, રાજા નાબીરાય રાજસભા, ૧૬ સ્વપ્ન ફળ પ્રદર્શન અને ગર્ભકલ્યાણ પૂજન થશે. તા. રર-૧-ર૦ર૪ ને સોમવારે જનમકલ્યાણક દિનમાં જન્મકલ્યાણક શોભાયાત્રા, જન્મ કલ્યાણ પૂજન, પાંડુકશિલા ઉપર જન્માભિષેક અને તાંડવ નૃત્ય યોજાશે. તા. ર૩-૧-ર૦ર૪ ને મગળવારના તપ કલ્યાણક દિન તરીકે ઉજવવાાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh