Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષાેથી કુરંગા પંથકમાં પ્રસરે છે ભયંકર પ્રદૂષણઃ
જામનગર તા. ૧૯ઃ 'પહેલે ઈસ્તેમાલ કરે, ફીર વિશ્વાસ કરે..' જેવું સ્લોગન ધરાવતી ઘડી ડિટર્જન્ટ કંપનીના કુરંગા સ્થિત પ્લાન્ટમાંથી ભયંકર પ્રદૂષણ ફેલાવાતું હોવાની અવારનવાર સરકારી કચેરીઓમાં રજૂઆત થયા પછી પણ ધરાર આંખ આડા કાન કરતી કચેરીઓના કાનને હાઈકોર્ટે આમળતા હાલમાં ઘડી ડિટર્જન્ટનો કટોકટીનો 'સમય' આવ્યો છે. આ કંપનીના પ્લાન્ટને હાઈકોર્ટે ૩૦ દિવસ સુધી બંધ કરી દેવા કરેલા આદેશથી ખળભળાટ મચી ગયો છે.
દ્વારકા નજીકના કુરંગામાં સ્થાપવામાં આવેલી આરએસપીએલ કંપની દ્વારા ઘડી ડિટર્જન્ટ બ્રાંડનો સોડાએશ તથા અન્ય કેમિકલ બનાવવામાં આવે છે. તે કંપની દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનમાં બાલુભા પબુભા કેર સહિતના ખેડૂતોની જમીન ચાલી રહી છે. તે જગ્યાઓમાંથી કંપની દ્વારા પ્લાન્ટના સંચાલન માટે કાર્યવાહી કરવામાં આવે છે.
દરિયાના ખારા પાણીને ઉપયોગમાં લેવામાં આવ્યા પછી દૈનિક ધોરણે લાખો લીટર ખરાબ પાણી દરિયામાં છોડી દેવામાં આવે છે. ધગધગતા અને અત્યંત દુર્ધંગ મારતા કેમિકલયુક્ત પાણીને દરિયામાં છોડાતું હોય તેમજ કંપની દ્વારા વપરાતા કોલસા અને લાઈમ સ્ટોન દળવાના કારણે ઉડતી રજ (ડસ્ટ)ના કારણે આજુબાજુમાં આવેલી ખેતીની કેટલીક જમીન પણ બંજર બની ગઈ છે. આ બાબતે વર્ષ ૨૦૧૭થી કેટલાક ખેડૂતો રજૂઆત કરતા આવી રહ્યા છે તેમ છતાં જામનગર સ્થિત રાજ્યની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રીજીયનલ ઓફિસ તથા રાજ્યના બોર્ડના ચેરમેનને તેની રજૂઆત થઈ હતી.
આમ, છતાં પગલા ભરવામાં ન આવતા ખેડૂતોએ દિલ્હીમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ રજૂઆત કરી હતી. તે ઉપરાંત દ્વારકા મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર સમક્ષ પણ રજૂઆતો થઈ હતી. જામનગરની કચેરીએથી આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી વેરીફિકેશન કર્યા પછી સેમ્પલ કલેક્ટ કરતા હતા અને કંપનીને નોટીસ પાઠવી મૌન ધારણ કરી લેતા હતા.
આથી ખેડૂતોએ અંતિમ પગલાંરૃપે રાજ્યની વડી અદાલતમાં પીટીશન દાખલ કરવી પડી હતી. આકરા પાણીએ આવેલી ગુજરાત હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનને સોગંદનામુ રજૂ કરવા અને કંપની સામે લેવાયેલા પગલાંની વિગતો આપવા જણાવતા બોર્ડની ટૂકડીએ કુરંગા ધસી આવવું પડ્યું હતું અને સ્થળ, સ્થિતિનું વેરીફિકેશન કર્યા પછી સેમ્પલો મેળવવા પડ્યા હતા. તે રજૂ થયે અદાલતે ઘડી ડિટર્જન્ટ કંપની સામે કાયદાની પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી ફેલાવાયેલા ભયંકર પ્રદૂષણ અંગે પગલાં ભરી આ કંપનીનો પ્લાન્ટ ૩૦ દિવસ માટે બંધ કરી દેવા તથા તેની પાવર સપ્લાય પણ બંધ કરવા હુકમ કરતા ખળભળાટ મચ્યો છે. હાઈકોર્ટમાં અરજ ગુજારનાર ખેડૂત બાલુભા પબુભા તરફથી વકીલ ગિરીશ ગોજીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial