Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્વિજય પ્લોટ-૫૮માં ફ્લેટમાંથી ત્રણ બોટલ ઝબ્બેઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના સરમત પાટિયા પાસે આવેલા એક મકાનમાંથી અંગ્રેજી શરાબના ૩૮૪ ચપલા પોલીસે પકડી પાડ્યા છે. આ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે અને બેના નામ ખૂલવા પામ્યા છે. દિગ્વિજય પ્લોટ-પ૮માં એક એપાર્ટમેન્ટમાંથી દારૂની ત્રણ બોટલ ઝડપાઈ છે. આરોપી નાસી ગયો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત પાટિયા પાસે આર્ય ભગવતી સોસાયટીમાં એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ આર.એચ. બારના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા બ્લોક નં.૧૬૧ સ્થિત મકાનમાં ચકાસણી કરવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૧૮૦ એમએલના ૩૮૪ ચપટા મળી આવ્યા હતા. તે જથ્થા સાથે ગોકુલનગરમાં શેરી નં.૭માં વસવાટ કરતા સાહિલ ધીરૃભાઈ સોજીત્રાની ધરપકડ કરવામાં આવી છે.
આ શખ્સનો મોબાઈલ તથા રૃા.૩૮૪૦૦નો દારૃનો જથ્થો પોલીસે ઝબ્બે લઈ પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિત સાંઢીયા પુલ પાસે સરદારનગર માં રહેતા સાગર બિપીનભાઈ ચાવડા તથા સાયોના શેરીમાં રહેતા કિશન કોળી ઉર્ફે તોતાના નામ આપ્યા છે. આ બંને શખ્સની ધરપકડ માટે તજવીજ કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલા શ્રી રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટના ત્રીજા માળે યોગેશ કિશોરભાઈ દામા ઉર્ફે યોગલા બાડાના ફ્લેટ નં.૩૦૧માં ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં યોગેશ દામા નાસી ગયો હોય તેની શોધ શરૃ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial