Advertisement
Author: નોબત સમાચાર

સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે વિનામૂલ્યે આંખની તપાસનો પ્રોગ્રામ

મેકસીવિઝન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા

રાજકોટ તા. ૧૯ઃ હૈદ્રાબાદની અગ્રણી આઈકેર સંસ્થા મેક્સીવિઝન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ૧પ જાન્યુઆરીના ભારતીય સેના દિવસની ઉજવણી અંતર્ગત તા. ૧પ-૧-ર૦ર૪ થી તા. ૩૧-૧-ર૦ર૪ સુધી સશસ્ત્ર દળોના કર્મચારીઓ તથા તેમના પરિવારો માટે સંસ્થાની સીએસઆર અંતર્ગત વિનામૂલ્યે આંખની તપાસનું આયોજન કરવામાં આવ્યું છે.

હોસ્પિટલના ગ્રુપ સીઈઓ સુધીરે દેશના રક્ષકોનું સન્માન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કી હતી. મેક્સીવિઝન હોસ્પિટલ નિઃશુલ્ક આંખના સ્ક્રીનીંગ અને ચેક-અપ કરી તેમનું મનોબળ વધારવા ઈચ્છે છે. ડો. વી.વી. સાપોવડિયા તબીબી નિર્દેશક અને મેનેજીંગ પાર્ટનરને નેત્રદીપ મેક્સીવિઝન સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલોમાં ઉમેરવામાં આવ્યા હતાં.

તમામ મહત્તમ સંશોધન શાખાઓમાં નિઃશુલ્ક આંખનું સ્ક્રીનીંગ અને ચેકઅપ ઉપલબ્ધ થશે. જેમાં હૈદરાબાદ અને તેલંગણામાં સ્થાને સમજીગુડા, આટાપુર, બેગપુરા, માધાપુર, કુકટપલ્લી, મદિનાગુડા, અસાવનગર, દિલસુખનગર, સંતોષનગર, દાદરાનગર, થાપાપેટ, તરનકા, વારંગલ, માણિકંડા, કરીમનગર, અજમેર, વિજય, વિજયપુરા, વિશાખાપટ્ટનમ્, રાંચી, મદુરાઈ, ગુજરાત, તામિજબર, તમિલનાડુ, ભીમાકોરેગાંવ, ગુજરાત, રાજકોટ, જામનગર, મોરબી, સુરતમાં થશે.

આ સેવાનિવૃત્ત સેનાના જવાનો, સેનાના જવાનો અને તેમનો પરિવાર પોતાના આઈ.ડી. કાર્ડ બતાવી ૧૦-૩૦ થી બપોરે ર-૩૦ લાભ લઈ શકે છે. અન્ય રાજ્યોમાં રહેતા લોકો અને હોસ્પિટલની મુલાકાત ન લઈ શકે તેવા લોકો માટે પહેલાની મુલાકાતો સાથે ફોન પર ડોક્ટરોને સંપર્ક કરવા રિમોટકન્સલ્ટેશનની વ્યવસ્થા કરી શકાય છે. મેકસીવિઝન સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ્સ સશસ્ત્ર દળોની સુખાકારીને પ્રોત્સાહન આપવાની પોતાની કટિબદ્ધતામાં અડગ છે તથા ભારતીય ભૂમિ સેના પ્રત્યે અટલ સમર્પણ અને ત્યાગ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh