Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગર તા. ૧૯ઃ વિજાપુરના કોંગી ધારાસભ્ય સી.જે. ચાવડાએ આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસને તગડો ઝટકો લાગ્યો છે.
ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ તૂટીને ૧પ થઈ ગયું છે. આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું. હવે સી.જે. ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ રાજીનામું પડતા લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને તગડો ઝટકો લાગ્યો છે. સી.જે. ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા પછી કોંગ્રેસનું સંખ્યાબળ તૂટીની ૧પ થઈ ગયું છે તેમજ હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડે તેવી સંભાવના છે.
સી.જે. ચાવડા ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી રહી ચૂક્યા છે. તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સલાહથી સરકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાં. વર્ષ ર૦૦ર ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી ભાજપના નેતા વાડીભાઈ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતાં. ત્યારપછી ર૦૧૭ માં ગાંધીનગર ઉત્તર અને ર૦રર માં વિજાપુર બેઠક પરથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ઉલ્લેખનિય છે કે, ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતાં જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial