Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૦ સપ્ટેમ્બરના દિને
જામનગર તા. ૪: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ ઉંચાઈના સ્કૂલ યોજના અંતર્ગત ઉચાઈના આધારે અં.૧પ વયજૂથના ખેલાડી એટલે કે તા.૧-૧-ર૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે ૧ર વર્ષની ઉંમરના ભાઈઓ માટે ૧૬૬ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૧ કે તેથી વધુ ૧૩ વર્ષની ઉંમરના ભાઈઓ માટે ૧૭૧ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૪ કે તેથી વધુ, ૧૪ વર્ષની ઉંમરના ભાઈઓ માટે ૧૭૭ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૯ કે તેથી વધુ તેમજ ૧પ વર્ષની ઉંમરના ભાઈઓ માટે ૧૮ર કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૭૧ કે તેથી વધુના હાઈટ હન્ટના માપદંડો રહેશે. આ માટે અરજદારોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા પંચાયત સામે, જામનગરમાં જન્મ તારીખનો દાખલો અને આધારકાર્ડના પુરાવા સાથે તા. ૧૯-૦૯-ર૪ ના સવારે ૯ થી ૧ર વાગ્યા સુધીમાં ઉપસ્થિત રહેવા બી.જે. રાવલીયા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે મયુરભાઈ ગંજેળીયા (મો. ૭૦૧૬૯ ૧પ૯ર૩) અથવા વિજયસિંહ જુંજીયા (મો. ૮ર૦૦૦ ૭૬૭ર૪)નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial