Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા-ઓખા અર્બન ડેવલ્પમેન્ટ ઓથોરિટીની રચનામાં વિલંબ થતા
દ્વારકા તા. ૪: ડૌડાની રચનામાં વિલંબથી અટવાયેલા વિકાસકાર્યો અંગે ૩૦ મી સપ્ટેમ્બર સુધી દ્વારકા તથા ઓખા નગરપાલિકાને બાંધકામ મંજુરીની સત્તા શહેરી વિકાસ મંત્રાલયે પુનઃ સુપ્રત કરતા હવે બાંધકામોનું નિર્માણ વેગીલુ બનશે.
આશરે છ માસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને ઓખાના વિકાસકાર્યોને વેગવંતા બનાવવાના આશય સાથે દ્વારકા-ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચનાની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી કાર્યરત ન કરી શકાતા અને સરકારની જાહેરાત પણ દ્વારકા અને ઓખા નગરપાલિકા પાસેથી કોઈપણ પ્રકારના રહેણાંક કે કોમર્શીયલ બાંધકામને મંજૂરી આપવાની સત્તા છીનવાઈ જતાં આ બંને નગરપાલિકા વિસ્તારમાં વિકાસકાર્યો અટકી જતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા હતાં.
આ અંગે જુલાઈ માસમાં ખંભાળીયા કલેકટર કચેરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સહિત અધિકારીગણની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન મિટિંગમાં બેન નગરપાલિકા વિસ્તારના લોકોને પડતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. બાદમાં આ અંગે કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા રાજ્ય સરકારને વિકાસના પરવાના ઈશ્યુ કરવાની સત્તા દ્વારકા તથા ઓખા નગરપાલિકાને પુનઃ આપવા રજુઆત કરી હતી.
આ પ્રશ્ને રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય વિભાગ દ્વારા આગામી ૩૦-૯-ર૪ સુધી ઓખા અને દ્વારકા નગરપાલિકા હસ્તકના વિકાસના પરવાના અંગે આવેલ અરજીઓ તેમજ આગામી ૩૦ મી સુધી વિકાસકાર્યો માટે જે કોઈ અરજી આવે તેને અગાઉની જેમ જ નગરપાલિકા કક્ષાએથી મંજુરી આપવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ સમાચારથી દ્વારકા અને ઓખા નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ ઈચ્છુક નાના અને મધ્યમવર્ગના શહેરીજનો તેમજ ધંધાકીય એકમ શરૂ કરવા માંગતા બિઝનેસમેનોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ સાથે છેલ્લા છ માસ દરમ્યાન મંજૂરીને અભાવે અટકેલા બાંધકામોને મંજૂરી મળ્યે પુનઃ વિકાસકાર્યોને વેગ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial