Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ૪૯ના મોતઃ સરકારે ૨૦ કરોડથી વધુની સહાય ચૂકવી

૧૭ લાખ જેટલા લોકોને સહાય ચૂકવાઈઃ રાજ્યના રાહત કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં આપી વિસ્તૃત વિગતો

અમદાવાદ તા. ૦૪: ગુજરાતમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અને સરકારી રાહત  - બચાવની સવિસ્તાર વિગતો આપના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે ૪૯ લોકોના જીવ ગયા છે. તેમણે કહ્યું હતું કે, અસરગ્રસ્તોને કેશડોલ્સ સહિતની વિવિધ તત્કાળ સહાય અપાઈ રહી છે. અને અત્યાર સુધીમાં ૨૦ કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે. બીજી તરફ આજે પણ વરસાદની નવી આગાહીઓ થઈ છે.

ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને લઈ ૪૯ લોકોના મોત થયાની વાત સામે આવી છે. રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. ર૬૧૮ પશુઓને લઈ સહાય ચૂકવવામાં આવી છે, તેમજ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી છે. ૧૬ લાખ ૯પ હજાર લોકોને અત્યાર સુધી કેશડોલ ચૂકવવામાં આવી છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી નુક્સાનીના સહાય માટે જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે. ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે. આ ટીમમાં અલગ અલગ વિભાગના લોકો છે અને તે પણ અહિંયા આવીને સર્વે કરશે. ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજ્ય સરકાર તેના માટે સહાય ચૂકવી રહી છે.

૪ર હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

ગુજરાતમાં પૂર આવ્યું તે વખતે ૪ર હજારથી વધુના લોકોનું સ્થળાંતર કરાયું હનું. ૭૦૦ કરોડની ગ્રાન્ટ કોર્પોરેશન તેમજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે. ઘરવખરી અને કપડા સહાયના ર૦ લાખથી વધુનું ચૂકવણું થયું છે. રર પરિવારજનોને સહાય ચૂકવાઈ છે. બીજાને ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે. પ૦,૧૧૧, કુટુંબોને રકમ ચૂકવાઈ છે. રર માનવ મૃત્યુમાં સહાયની ચૂકવણી થઈ ચૂકી છે. ૪૯ ના મૃત્યુ થયા હતા બાકીના લોકોને સહાય ચૂકવાશે. ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો હતો સાથે સાથે કાચા મકાન અને પાકા મકાનોના નુક્સાનને લઈ સહાય ચૂકવાઈ છે.

સર્વેની કામગીરી હજી ચાલુ

૪૭૭૩ મકાનોને નુક્સાન થતા ૩૬૭ લાખની રકમ ચૂકવાઈ છે તેમજ ૪ર,૦૮૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગને ૭૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ-રસ્તા, પાણી, સફાઈ માટે ફાળવવામાં આવી છે. બરોડા, સુરત અને ભરૂચમાં હજી સર્વેની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે અને જે જગ્યાએ ભારે નુક્સાન છે ત્યાં સહાય કરવામાં આવશે.

કેન્દ્રીય અને સ્ટેટ ટૂકડીઓનો સહકાર

રાહત કમિશનરે કહ્યું કે બાકી રહેલા વિસ્તારોમાં ઝડપભેર સર્વે પૂરુ કરાશે. રાજ્યમાં જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટૂકડીઓ તૈનાત કરાઈ હતી અને આર્મી, એરફોર્સ, ફાયરબ્રિગેડ કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય તથા સ્ટેટની ટૂકડીઓનો રાહત-બચાવ અને હવે પૂર્વવત સ્થિતિ સ્થાપવા માટે સહયોગ મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh