Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધી સાથેની મુલાકાત પછી લીધો નિર્ણયઃ
ચંદીગઢ તા. ૪: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ઉમેદવારી નોંધાવશે, તેવા અહેવાલો છે.
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત પછી બન્ને ખેલાડીઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ બન્ને પહેલવાનો અને રાહુલ ગાંધીની મુલાકાતની તસ્વીર સામે આવી હતી. ઘણાં દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી કરી શકે છે. બજરંગ પુનિયા બાદલી બેઠક પરથી ચૂંટણી લડશે અને વિનેશ ફોગાટ જુલાનાથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી હતી કે વિનેશ ફોગાટને દાદરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે, પરંતુ વિનેશને જુલાના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. બીજી તરફ બજરંગ પુનિયા બાદલી બેઠક પરથી ચૂંટણી લડશે. મંગળવારે જ હરિયાણાના કોંગ્રેસી નેતા બાબરિયાએ વિનેશ વિશે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ તેમની સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવશે.
રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલા જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે જો વિનેશ ફોગાટ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે તો તે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. તાજેતરમાં જ વિનેશે જીંદ, રોહતક અને શંભુ બોર્ડર પર ખાપ પંચાયતો અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેને ખાપ પંચાયત દ્વારા ગોલ્ડ
મેડલથી સમ્માનિત કરવામાં આવી હતી. વિનેશે કહ્યું, કે જ્યારે હું મુશ્કેલીમાં હતી ત્યારે ખેડૂતોએ મારો સાથ આપ્યો હતો.
કોંગ્રેસે પણ વિનેશને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પગલાં લીધા છે. જ્યારે વિનેશે સંન્યાસની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસના સાંસદ દિપેન્દ્રસિંહ હુડ્ડા તેની સાથે નજર આવ્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ વિનેશને રાજ્યસભામાં મોકલવાની માગ કરી હતી, જો કે તેની ઉંમરને કારણે આ શકય ન હોતું. વિનેશના કાકા મહાવીર ફોગાટ અને પિતરાઈ બહેન બબીતા ફોગાટે કોંગ્રેસની આ પહેલની ટીકા કરી હતી.
વિનેશ ફોગાટની રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ આવશે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત્ સંબંધો તેને ચૂંટણીમાં મોટું સમર્થન અપાવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમા મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
હરિયાણામાં પ ઓકટોબરના રોજ મતદાન થશે અને ૮ ઓકટોબરના પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં ૧ ઓકટોબરના મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે ૪ ઓકટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતાં. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો ૮ ઓકટોબરે જાહેર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial