Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કાલાવડ-ઠેબા બાયપાસ રોડ પર આવેલ લાલવાડી વિસ્તારની એક શેરીમાં છેલ્લા એકાદ સપ્તાહથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને લોકોને અવર-જવર માટે આ રોડ બંધ થઈ ગયો છે. ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે આસપાસની સોસાયટીમાં પડેલા પ્લોટીંગમાં પાણી ભરાઈ જતાં હોવાથી કોઈ બિલ્ડોર દ્વારા અથવા તો મહાનગરપાલિકા દ્વારા આ મેઈન રોડને ખોદી નાખવામાં આવ્યો છે. આ રોડ પર દેરાસર, હવેલી તેમજ અન્ય સોસાયટી, બિલ્ડીંગ અને જી.ડી. શાહ સ્કૂલ તરફ જવાનો મુખ્ય માર્ગ હોય દર વર્ષે વરસાદ પડયા પછી પ્લોટમાં પાણી ભરાઈ જતાં હોવાથી આ રોડને ખોદી અને પાણીનો નિકાલ કરવામાં આવે છે. જો કોઈ બિલ્ડર દ્વારા આ રોડ ખોદી નાખવામાં આવ્યો હોય તો શું સરકારી મિલકતને નુકસાન પહોંચાડયું ના કહેવાય? અને જો મહાપાલિકા દ્વારા આ મેઈને રોડ ખોદવામાં આવ્યો છે તો એક સપ્તાહથી અવર-જવર માટે આ રોડ શું કામ બંધ કરી દેવામાં આવ્યો છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. દર વર્ષે આ રોડને ખોદી અને પ્લોટમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે છે તો તે શું યોગ્ય છે.? અને જો બિલ્ડર દ્વારા આ રોડ ખોદી નાવખામાં આવ્યો છે તો શું મહાપાલિકાના અધિકારી-પદાધિકારી કોઈ પગલા ભરશે.? તેવો સવાલ પણ લોકમુખે સાંભળવા મળી રહ્યો છે. આ રોડને ખોદી નાખ્યા પછી બિલ્ડર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને નવા બનાવેલા રોડને જેમ-તેમ બુરી દેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial