Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોથા માળે હાઈડ્રોલીક બંબાથી કરાયું અગ્નિશમનઃ
જામનગર તા. ૪: જામનગરના ધન્વંન્તરિ મેદાન સામે આવેલી ઈમારતના ચોથા માળે એક હોટલના ઓરડામાં ગઈરાત્રે શોર્ટ સર્કીટના કારણે આગ ભભુકી હતી. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં આગને કાબૂ કર્યાે હતો. તે હોટલના અન્ય ઓરડામાં રહેલા લોકો સમયસર બહાર નીકળી જતાં જાનહાની ટળી હતી. અગ્નિશમન માટે હાઈડ્રોલીક બંબાનો ઉપયોગ કરાયો હતો.
જામનગરના પી.એન. માર્ગ પર આવેલા ધન્વન્તરિ મેદાન સામે આવેલી લાઈમ ટ્રી હોટલમાં ગઈકાલે રાત્રે બારેક વાગ્યે ૮ નંબરના રૂમમાં શોર્ટ સર્કીટ થતાં તણખા ઝર્યા હતા અને તે તણખા નજીકમાં પડેલા ગાદલા પર પડતા આગ લાગી હતી. જોતજોતામાં આગે લબકારા લેવાનું શરૂ કર્યું હતું.
આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ તથા સ્ટાફ દોડી ગયા હતા. અગ્નિશમન માટે આ ઈમારતના ચોથા માળ સુધી પહોંચવું પડે તેમ હોય ફાયર બ્રિગેડ દ્વારા હાઈડ્રોલીક ક્રેઈન મંગાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
રૂમની બારીમાંથી જોવા મળતા આગના લબકારા જોવા માટે નીચે ટોળુ એકઠું થયું હતું. તે દરમિયાન પોલીસ ટીમ પણ ધસી આવી હતી. આગને કાબુમાં કરવા માટે ફાયરબ્રિગેડ જવાનોએ કરેલી તત્કાલ કાર્યવાહીના પગલે ગણતરીની મિનિટોમાં આગ બુઝાવી નાખવામાં આવી હતી. આગ ભભૂકતા જ તે હોટલના જુદા જુદા ઓરડાઓમાં રહેલા લોકો તરત જ બહાર નીકળી ગયા હતા અને હોટલમાં મુકવામાં આવેલી ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી અગ્નિશમન માટે પ્રયાસો શરૂ કરાયા હતા. ત્યારે જ ફાયરબ્રિગેડ આવી પહોંચતા આગ વધુ પ્રસરતા અટકી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial