Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સભાસદોને ૧૭% ડિવિડન્ડની જાહેરાત કરાઈઃ
જામનગર તા. ૪: જામનગરની ધી કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંકની પ૩મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન ડો. બિપીનચંદ્ર ટી. વાધરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ સભામાં બેંકના અવસાન પામેલા ડાયરેક્ટર સ્વ. મહેશભાઈ રામાણી તથા સ્વ. અશ્વિનભાઈ બરછા તેમજ વર્ષ દરમિયાન અવસાન પામેલા બેંકના સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ સભામાં બેંકના સિનિયર ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ શાહે સ્વાગત પ્રવચન કર્યુ હતું. અધ્યક્ષસ્થાનેથી ચેરમેન ડો. બિપીનભાઈ વાધરે જણાવ્યું હતું કે, બેંકે ૫૩ વર્ષની યાત્રા સારી રીતે પાર કરી ઉત્તરોતર પ્રગતિ સાધેલ છે. ગ્રાહકો, સભાસદો અને બેંકના સર્વે સ્ટાફનો સહકાર મળ્યો છે. બેંક દ્વારા નિયમોની મર્યાદામાં સામાજિક સેવાકાર્યો માટે અનુદાન આપવામાં આવે છે.
તેમણે બેંકની પ્રગતિની આંકડાકીય વિગતો જણાવી હતી. બેંકનું રીઝર્વ અને અન્ય ભંડોળ રૂ. ૬૬ કરોડથી વધુ, થાપણો રૂ. ૩૬૯.૦પ કરોડથી વધુ, ધિરાણ રૂ. ર૧૧.૭૪ કરોડથી વધુ નોંધાયું છે. બેંકની પાંચ લાખની ડિપોઝિટ વીમાથી સંપૂર્ણ સુરક્ષિત છે, બેંકે આ વરસે ઈન્કમ ટેક્સ તથા અન્ય જોગવાઈઓ બાદ કરતા ચોખ્ખો નફો રૂ. ૬.૭૦ કરોડથી વધુ નોંધાવ્યો છે. તેમણે જણાવેલ કે, દર વરસે બેંક દ્વારા ૧પ% ડિવિડન્ડ આપવામાં આવતું હતું, પણ આ વરસે સરકારે છૂટછાટ આપતા ડિવિડન્ડ ૧૭% આપવામાં આવશે.
બેંકનું ગ્રોસ એનપીએ માત્ર ૧.ર૧% અને નેટ એનપીએ શૂન્ય ટકા રહ્યું છે. બેંકના જનરલ મેનેજર સુરેશભાઈ રાયઠઠ્ઠાએ એજન્ડા મુજબ કાર્યવાહી કરી હતી. સભાસદોના પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતાં તથા સભાસદોના સૂચનો ધ્યાને લેવાયા હતાં.
બેંક મેનેજમેન્ટના સભ્ય ખુશબુબેન ઠક્કરે આર.કે. શાહ તથા બિપીનભાઈ ઝવેરીનો વિશેષ આભાર માની આભારદર્શન કર્યુ હતું. આ સભામાં બેંકના ડાયરેક્ટર જ્યંતિભાઈ ચંદરીયા, કેતનભાઈ માટલીયા, અસ્મીતાબેન શાહ, ભારતીબેન પટેલ, જમનાદાસ શિયાણી, વિવેક ગાંધી, ધવલ શાહ, સભ્યો, ભાવિનભાઈ કામદાર, જ્યંતિભાઈ ઝાખરીયા હાજર રહ્યાં હતાં. પ્રવિણભાઈ ચોટાઈ, વિજયભાઈ સંઘવી, ઈન્દુલાલ વોરા, જીતુભાઈ લાલ, વિઠ્ઠલભાઈ માકડીયા, ભરતભાઈ સુખપરીયા, હસમુખભાઈ હિંડોચાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. સભાનું સંચાલન સુરેશભાઈ રાયઠઠ્ઠા તથા વિમલ દવે, જીતેન્દ્ર ખજુરીયાએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial