Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિનો પૂર્ણ થયા પછી પણ શ્રાવણિયો જુગાર રહ્યો યથાવત!
જામનગર તા. ૪: શ્રાવણ મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ કેટલાક સ્થળે જુગારની મહેફિલો મંડાઈ રહી છે ત્યારે ગઈકાલે પોલીસે જામનગરના ગાયત્રીનગર, જડેશ્વર પાર્ક, સરલાબેન ત્રિવેદી આવાસના પાર્કિંગ, સોનલનગર તેમજ શાંતિનગર વિસ્તારમાં પાડેલા જુગારના છ દરોડામાં ૩૩ મહિલા અને ૧૦ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. તમામ સ્થળેથી અંંદાજે રૂપિયા સવા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો હતો.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર ૫ાછળ આવેલા માટેલ ચોક નજીક ગાયત્રીનગરની શેરી નં.૩માં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા માનસીબા નરેન્દ્રસિંહ રાયજાદા, ડિમ્પલબા અર્જુન સિંહ જાડેજા, ગાયત્રીનગરની શેરી નં.૩માં રહેતા રીટાબા, હેતલબેન ધીરજલાલ સીમરીયા, સીમાબેન રાજેશભાઈ મંડોરા, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, રાજેશ અરજણભાઈ પ્રજાપતિ, નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા, કૃષ્ણદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, છત્રપાલસિંહ મહોબતસિંહ ગોહિલ નામના દસ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૫૧૬૦ કબજે કર્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્કમાં ગઈરાત્રે તીનપત્તી રમતા હાર્દિક રસીકભાઈ અકબરી, ચંદ્રકાંત રતીલાલ પાડલીયા, રિદ્ધિબેન પ્રદીપભાઈ પાડલીયા, મનિષાબેન દેવેન્દ્રભાઈ ત્રિવેદી, મીનાબેન પ્રદીપભાઈ પાડલીયા, પૂજાબેન અરવિંદભાઈ સોઢા, માલાબેન અનિલભાઈ રાયઠઠ્ઠા, સોનલબા અનોપસિંહ જાડેજા, સોનલબેન મહેન્દ્રભાઈ કાનાણી નામના નવ વ્યક્તિ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૨૨,૪૧૦ રોકડા, છ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ. ૧,૦૨,૪૧૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના પોલીસ હેડ કવાર્ટર પાસે આવેલા સરલાબેન ત્રિવેદી આવાસની એ/૩ વીંગના પાર્કિંગમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા વીણાબેન દિલીપભાઈ બદિયાણી, અમૃતાબેન હાર્દિકભાઈ ઝીંઝુવાડીયા, કિરણબેન દિલીપભાઈ ઝીંજુવાડીયા, મિતલબેન ગૌરવભાઈ ભૂવા, નીશાબેન દિનેશભાઈ ભટ્ટ, પદુબેન પંકજભાઈ સોની, ભાવનાબેન મુકેશભાઈ વછાણી નામના સાત મહિલાને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૨,૬૫૦ કબજે કર્યા છે.
જામનગરના શાંતિનગર વિસ્તારની શેરી નં.રના છેડે ગઈકાલે સાંજે જુગાર રમતા નયનાબા કનકસિંહ જાડેજા ઉર્ફે બબીબેન, કૈલાસબા સાંતુભા ઝાલા, રૂપલબા કુલદીપસિંહ રાઠોડ, રમાબા બહાદુરસિંહ રાઠોડ, સગુણાબેન વિજયદાન ગઢવી નામના પાંચ મહિલાને પોલીસે રૂ. ૨૩૯૦ સાથે પકડી પાડ્યા હતા.
જામનગરના શાંતિનગર-ર ના છેવાડે રામાપીર મંદિર પાસે ગઈકાલે સાંજે જુગાર રમતા જયદીપસિંહ રવુભા જાડેજા, કિરણબા દશરથસિંહ જાડેજા, રંજનબા ભરતસિંહ ઝાલા, નયનાબા કનકસિંહ ચુડાસમા, તેજલબા દશરથસિંહ જાડેજા, અપ્લાબા ગજેન્દ્રસિંહ ઝાલા નામના છ વ્યક્તિ પોલીસના દરોડામાં રૂ. ૨૮૦૦ સાથે પકડાઈ ગયા હતા.
જામનગરના હનુમાન ટેકરી સોનલનગર પાસે ગઈકાલે સાંજે જુગાર રમતા હંસાબેન મુકેશભાઈ પીંગળ, બાલુબેન મનસુખભાઈ પીંગળ, માનકુંવરબા નારૂભા જાડેજા, રંજનબેન ગિરધરભાઈ સુરડીયા, સંજયસિંહ નારૂભા જાડેજા, ગુમાનસિંહ હરીસિંહ રાઠોડ નામના છ વ્યક્તિ રૂ. ૧૦,૪૪૦ સાથે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial