Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા
જામનગર તા. ૪: જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘર-દુકાનોમાં પાણી ભરાઈ જવાથી ખૂબ મોટાપાયે નુકસાની થઈ છે. જેમાં ઘણાં વિસ્તારોમાં સર્વેની કામગીરી જ કરવામાં આવી નથી. આ બાકી રહી ગયેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદે સર્વેની કામગીરી કરાવી અસરગ્રસ્ત લોકોને યોગ્ય સહાય ચૂકવવા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
નવાગામ ઘેડ, ખડખડનગર, રામેશ્વર નગર, પુનિતનગર, બચુનગર, માજોઠીનગર, જલારામ પાર્ક મેહુલનગર એક વિસ્તાર, બેડી થરી વિસ્તાર, માધાપુર ભૂંગા, જોડિયા, ભૂગા, ખારી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં આજ સુધી કોઈ સર્વે કરવામાં આવેલ નથી. આ જોતા આવું લાગે છે કે આ વિસ્તારમાં સ્લમ વિસ્તાર છે અને કોંગ્રેસના મતદારો રહેતા હોય આપ જાણી જોય ને ઓરમાયુ વર્તન કરતા હોય આ વિસ્તારના કોર્પોરેટર અને કોંગ્રેસ દ્વારા જામનગર કલેકટરને રૂબરૂ મળીને મૌખિક રજુઆત કરી છે. યુદ્ધના ધોરણે આ વિસ્તારોમાં સર્વેની કામગીરી મતભેદ વગર થવી જોઈએ અને તત્કાલિક રપ૦૦ જેટલી મામુલી રકમ નહિ પણ માનવતાના ધોરણે જનતા ને થયેલ ઘર વખરી તેમજ રાચ-રચીલું ઈલેક્ટ્રિક ઉપકરણોની સહાયની રકમમાં પણ વધારો કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial