Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢોર માર મારી મૃતકને ફેકી દેવાયો હતોઃ
જામનગર તા. રરઃ જામનગરના નાઘેડીમાં મૈત્રીકરાર કરીને રહેતા એક યુગલ પૈકીના યુવકનું બે સપ્તાહ પૂર્વે અપહરણ કરી ત્રણ વ્યક્તિએ તેને ઢોર માર મારી ફેકી દીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજતા હત્યામાં પલટાયેલા બનાવની પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામ નજીકની અવધનગરી પાસે માધવ-૩માં રહેતા ક્રિષ્નાબેન વિક્રમભાઈ કેશવાલા નામના ઓગણીસ વર્ષના યુવતીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર આશીષ રાણાભાઈ અસ્વારનું ગઈ તા.૬ના દિને તેમના પિતા વિક્રમ કેશુભાઈ, ફઈ નીરૂબેન રામદે બોખીરીયા તથા ફુઆ રામદે લાખા અને પિતરાઈ વિવેક બોખીરીયાએ અપહરણ કર્યું હતું. આ વ્યક્તિઓએ આશિષને લાકડીઓથી માર મારી ફેકી દીધા પછી સારવાર માં રહેલા આશિષનું મૃત્યુ નિપજ્યું હતું.
એકાદ વર્ષ પહેલાં આશિષ તથા ક્રિષ્ના વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કરી મૈત્રીકરાર કર્યા હતા. તે સંબંધ પસંદ ન પડતા ક્રિષ્નાબેનના પિતા, ફુવા, ફઈ, પિતરાઈએ તા.૬ ના દિને આશિષનું અપહરણ કરી માર માર્યાે હતો. ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન સ્ટાફના યશપાલસિંહ, શિવભદ્રસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ આઈ.એ. ધાસુરાની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા ટીમે સાંઢીયા પુલ પાસેથી બે બાઈકમાં જઈ રહેલા વિક્રમ કેશુભાઈ કેશવાલા, તેના બનેવી રામદે લાખા બોખીરીયા અને વિવેક કારાભાઈ બોખીરીયાને પકડી પાડ્યા છે. ત્રણેય આરોપીને રિમાન્ડ પર લેવા માટે તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial