Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી
જામનગર તા. રરઃ જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ અનેક મુદ્દે રજૂઆત કરી છે.
વાડી વિસ્તારના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લાલપુર વાડી વિસ્તારમાં અમુક વાડી શાળામાં જવા જ્યોતિગ્રામ યોજનાના જોડાણ નથી તેવા ગામની શાળાને વીજ જોડાણ આપવા. જામજોધપુરના બમથીયા ગ્રામની ગૌચરની જમીનની માપણી કરવામાં આવી નથી. આથી દબાણની ફરિયાદ ઉઠે છે. આથી માપણી કરી તેના ડીરેકશન કરવાની માંગ કરી હતી.
ચોમાસામાં વીજ ધાંધીયા થાય નહી તે માટે પીજીવીસીએલના સમાણા, સિક્કા, લાલપુર અને જામજોધપુર હેઠળ આવતા વાડી વિસ્તારના અલગ-અલગ ફીડરનું મેન્ટેનન્સ કરવા, જુના વાયરો બદલવા અંગે રજૂઆત કરી હતી.
તેના જવાબમાં ટેભડા એજી જે ગોદાવરી ટેભડા ગામને લાગુ પડે છે, તેના વીજ વાયરો બદલવાની દરખાસ્ત કરવામાં આવી છે અને આવતા માસે વાયરો બદલી અપાશે તેવી ખાત્રી અપાઈ હતી.
સિક્કા સબ ડિવિઝન હેઠળ આવતા રાસંગપર એજી અને વચ્છરાજ એજી ફિડરોના મેન્ટેનન્સના કામો કરાવવા તેમજ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો ઢીલા હોય, તેની મરામત કરવા, રજૂઆત કરી હતી. તેના જવાબમાં ૧પ-જૂન પહેલા કામ પૂર્ણ થઈ જશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
જામજોધપુર પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળ રપ કે.વી. એ ના ટીસી ઉપલબ્ધ ન હતાં, તો ઉપલબ્ધ કરાવવા અને પેન્ડીંગ તમામ અરજીનો ત્વરીત નિકાલ કરવા રજૂઆત કરી હતી. જિલ્લાના અનેક ગામમાં વહીવટદાર શાસન છે, ત્યાં ઉનાળાના કારણે પાણીની માંગ વધુ રહી છે. આથી લોકોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.
જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત સીઓ ચેકીંગના નામે આરટીઓ અને એસ.ટી. વિભાગ દ્વારા ચેકીંગના બહાને નાના વાહન ચાલકોને પકડીને દંડ ફટકારવામાં આવે છે તે સરકારે યોગ્ય તપાસ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
વિચરતી વિમુક્ત જાતિના લોકો જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય, તેઓ માટે સરકાર દ્વારા પ્લોટ આપવા માટે રજૂઆત કરાઈ હતી. તેમને સરકારી આવાસ માટે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial