Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫ ટીમો દ્વારા આગ ઠારવાની કવાયતઃ
અમદાવાદ તા. ૨૨: અમદાવાદમાં ગુરૂકુળ નજીક ઊંચી ઈમારતમાં ભીષણ આગ લાગતા ૧૫ ફાયર બ્રિગેડના વાહનો એ ઘટનાસ્થળે પહોંચી હોવાના અહેવાલો છે.
અમદાવાદના આ ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના નવમાં માળે ગેસનો બાટલો ફાટવાથી અથવા એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર પૂર્વી એપાર્ટમેન્ટમાં ૯માં માળે એક મકાનમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ૧૫ ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરાઈ રહૃાો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, એસીમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. જોકે, ધુમાડા દેખાતા ફ્લેટના તમામ સભ્યો સમય સૂચકતા વાપરી તાત્કાલિક નીચે ઉતરી ગયા હતાં, જેના કારણે કોઈ જાનહાનિ થતા ટળી હતી. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial