Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતાની આગાહીના પગલે કંટ્રોલરૂમ શરૂ કરવાની સૂચના
અમદાવાદ તા. ૨૨: ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ ખાબકી રહૃાો છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોના તૈયાર પાક ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને પગલે રાજ્યના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
જો કે, હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ ખાબકી રહૃાો છે. આ સાથે આજે (૨૨મે) અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે જેના લીધે વાવાઝોડાની સંભાવના સર્જાઈ છે અને ગુજરાતમાં ૨૨મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. આગામી પાંચ દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં અને અંતમાં વાવાઝોડા સામાન્ય હોય છે.
હવામાન વિભાગે આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં નેઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ૨૬ મે સુધી વરસાદી માહોલ રહેશે.
વરસાદની આગાહીને લઈ મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરૂ કરવાની સૂચના આપી છે. ગુજરાતના ૭ જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આ જિલ્લામાં ૨૪ કલાક ૭ દિવસ કંટ્રોલરૂમ કાર્યરત કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
હવામાન વિભાગ અનુસાર મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે ૨૨મેની આસપાસ ત્યાં લો પ્રેસર સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર તરફ (ગુજરાત કાંઠા તરફ) આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે. જેથી વાવાઝોડું (ડીપ્રેસન) સર્જાવાની મધ્યમ શક્યતા દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે અને તોફાની વરસાદની શક્યતા વધી જાય છે.
તા. ૨૨ મેના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ, તા. ૨૩મેના અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ, તા. ૨૪ મેના અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ. તા. ૨૫મેના જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ પડવાનુ અનુમાન છે.
સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત રહૃાું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સીસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial