Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈ નથવાણીનો પ્રતિભાવ
જામનગર તા. ૨૨: ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય તથા પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સમિતિના સભ્ય અને સાંસદ પરિમલભાઈ નથવાણીએ સિંંહોની વસતિ ગણતરી અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે આપણા સૌ માટે ખૂબજ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંંહની વસતિ ગણતરીમાં સિંંહોની સંખ્યા ૮૯૧ એ પહોંચી છે પહેલા સિંંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબજ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વધુમાં, પહેલા માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંંહ હવે દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.
તેમણે ઉમેર્યું છે કે ગુજરાતમાં સિંંહની સંખ્યામાં થયેલ વધારા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ "લાયન જ્ર ૪૭: વિઝન ફોર અમૃતકાળ" માં જુદા-જુદા ૨૧ લાયન કોરીડોરની ઓળખ કરીને સિંંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભિવષ્યમાં પણ ગુજરાતમાં સિંંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial