Advertisement
Author: નોબત સમાચાર

કોરોનાથી બ્રિટનમાં ૧૦૧ ના મૃત્યુ

અઠવાડિયામાં મૃતકોની સંખ્યા બમણી થઈ ગઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: કોરોના ફરી કહેર વર્તાવી રહ્યો છે અને બ્રિટનમાં મૃત્યુ આંક એક સપ્તાહમાં બમણો થયો છે. એક સપ્તાહમાં ૧૦૧ લોકોના કોવિડ-૧૯થી મોત થયા છે. ડેથ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ જેએન.૧ આ પાછળ જવાબદાર છે. આ વેરિઅન્ટ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે અને મુખ્ય સ્ટ્રેન બની ગયો છે.

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસથી ચિંંતાનું મોજું ફરી વળ્યું છે. આ વખતે કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-૧૯થી મૃતકોની સંખ્યા એક જ સપ્તાહમાં જ લગભગ બમણી થઈ ગઈ છે.

બ્રિટન સરકારના તાજા આંકડા પ્રમાણે એક સપ્તાહમાં ૧૦૧ લોકોના કોવિડ-૧૯થી મોત થયા હતા. ડેશ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી હતી. જે ગત સપ્તાહ કરતા ૬૫% વધારે હતી. આ પહેલા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૧૧ લોકોના મોત થયા હતા. અચાનક કોરોના કેસ અને મૃત્યુમાં થઈ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી ગઈ છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ જેએન.૧ આ પાછળ જવાબદાર છે. આ વેરિઅન્ટ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે અને મુખ્ય સ્ટ્રેન બની ગયો છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા વધી છે.

માત્ર બ્રિટન જ નહીં એશિયાના અનેક દેશોમાં પણ કોરોના કેસ ફરી વધી રહ્યા છે. સિંંગાપુરમાં કોરોનાના કેસ ૧૧,૧૦૦થી વધીને ૧૪,૨૦૦ પર પહોંચી ગયા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સરેરાશ સંખ્યા પણ ૧૦૨થી વધીને ૧૩૩ પર પહોંચી છે. થાઈલેન્ડમાં કોરોનાના કેસ ૩૩,૦૦૦ને પાર થઈ ગયા છે. સરકારે નાગરિકોને બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.

હાલ કોરોનાના વધી રહેલા કેસને લઈ ગભરાવાની જરૂર નથી પરંતુ વાયરસના નવા રૂપ અને ઝડપથી વધતા કેસને લઈ સતર્ક રહેવાની જરૂર છે. હેલ્થ એજન્સીઓ સતત મોનીટરીંગ કરી રહી છે અને જરૂર હોય તો માસ્ક, હાથ ધોવા અને ભીડથી બચવા જેવી સાવધાની રાખવા જણાવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh