Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાનને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યાઃ ગુમ થયેલા વ્યક્તિના મળ્યા મૃતદેહઃ
દ્વારકા તા. રરઃ દ્વારકા દર્શનાર્થે આવેલા પાટણ જિલ્લાના બાવાજી પરિવારના કેટલાક વ્યક્તિઓ ગઈકાલે સ્નાન માટે ગોમતીઘાટ પર પહોંચ્યા પછી પિતા-પુત્ર તથા સાળા નદીના ધસમસતા વહેણમાં દરિયા તરફ ખેંચાવા માંડ્યા હતા. કાંઠે હાજર તરવૈયાઓએ શરૂ કરેલી બચાવ કામગીરીમાં એક યુવાનને બહાર કાઢવામાં સફળતા મળી હતી અને તેમના પુત્ર તથા સાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બંનેની ચાલી રહેલી શોધખોળ પછી આજે સવારે મામા-ભાણેજના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિરે દર્શન માટે પાટણ જિલ્લાના બાવાજી પરિવારના વ્યક્તિઓ આવ્યા પછી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે આ પરિવારના કેટલાક વ્યક્તિઓ ગોમતી નદીમાં સ્નાન માટે ઉતર્યા હતા.
તે દરમિયાન આ વ્યક્તિ પૈકીના હર્ષિલ પ્રકાશગીરી ગોસ્વામી તથા શૈલેષભાઈ દયાપુરી ગોસ્વામી (ઉ.વ.૩ર), ધ્રુવીલ પ્રકાશગીરી ગોસ્વામી નામના વ્યક્તિઓ ગોમતી નદી ના વહેણમાં તણાવા માંડ્યા હતા. તેઓએ બુમાબુમ કરતા કાંઠે હાજર અન્ય વ્યક્તિઓએ તેઓને તણાઈ જતાં બચાવી લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
કાંઠા પર હાજર કેટલાક તરવૈયાઓ નદીના વહેણમાં કૂદી પડ્યા હતા અને કોઈએ પોલીસને જાણ કરતા પીઆઈ બારસીયા તથા પ્રાંત અધિકારી અમોલ આવટે અને ફાયર બ્રિગેડની ટીમ ધસી આવી હતી તેઓએ શોધખોળ શરૂ કર્યા પછી સ્કૂબા ડાયવર્સની ટીમ પણ મદદમાં પહોંચી હતી.
આ વ્યક્તિઓએ હર્ષિલ પ્રકાશગીરીને સહીસલામત રીતે બહાર કાઢી લીધા હતા પરંતુ શૈલેષભાઈ તથા ધ્રુવીલ નદીથી દરિયા તરફ વહેતા વહેણમાં ગારદ થઈ ગયા હતા. તેઓની મોડીરાત્રિ સુધી શોધખોળ કરાયા પછી આજે સવારે ફરીથી તેઓની શોધ શરૂ કરાઈ હતી. જેમાં ફાયરબના જવાનોએ બંનેના મૃતદેહને પાણીમાંથી શોધી કાઢ્યા હતા.
પોલીસે બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ પરિવારના અન્ય વ્યક્તિઓ મામા-ભાણેજના મૃત્યુ થવાથી શોક મગ્ન બની ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial