Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રીસીઝન ફાર્મિંગ ઘટક યોજનાઃ ખેડૂતો લાભ મેળવી શકશે

લાભ લેવા ઈચ્છુક ખેડૂતોને અરજી કરવા તાકીદઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૨: ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીના વધતા ખર્ચ અને કુદરતી આફતોને કારણે   થતા નુકસાનને પણ ટાળી શકાય છે. જો ખેડૂતો પણ ખેતીમાં આવી જ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે તો તેમની ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે. જેને ધ્યાને રાખી ખેતીવાડી ખાતાની વિવિધ   યોજનાઓ પૈકી ચાલુ વર્ષથી સરકાર દ્વારા સ્માર્ટ અને પ્રીસીઝન ફાર્મિંગ એટલે સચોટ આધુનિક   ખેત પદ્ધતિ અપનાવવા નવી યોજના શરુ કરેલ છે. જે અંતર્ગત ૩૩ જિલ્લાના કુલ ૩૩ ક્લસ્ટર   (જિલ્લા દીઠ-૧) બનાવવાના રહે છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્લસ્ટર માટે આશરે ૫૦ એકર વિસ્તાર જેમાં ખેડૂતો દ્વારા   એમઆઈએસ એટલે સૂક્ષ્મ સિચાઈ પદ્ધતિ વસાવેલ/વસાવવા માંગતા હોય તેવા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખેડૂતોને બે એકરની મર્યાદામાં પાક વ્યવસ્થાપનમાં પ્રીસીઝન ફાર્મિંગ ઘટકમાં ફરજીયાત આઈઓટી ઉપકરણ-ફસલ સાધન (જે સિંચાઈ ચેતવણી, હવામાન આગાહી, જીવાત અને રોગ ચેતવણી આપવા/માપવા) ખરીદ કરવા તે સિવાય ખેતસાધનો જેવાકે લેસર લેન્ડ લેવલર, ન્યુમેટીક પ્લાન્ટર/ સુપર  સીડર/ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ, કિસાન ડ્રોન,ડીપ હિલર/રેઈઝ બંડ પ્લાન્ટર,  પ્લાન્ટ ટોપર પોટેટો પ્લાન્ટર, રૂટ ક્રોપ વિન્ડોવર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, ખાતર સ્પ્રેડર, મલ્ચ લેયિંગ  મશીન અગાઉ ખરીદ કરેલ હોય/વસાવેલ હોય તો પ્રીસીઝન ફાર્મિંગ ઘટકમાં ફરજીયાત આઈઓટી  ઉપ કરણ-ફસલ સાધન ખરીદવા પર કિંમતના ૫૦% ટકા અથવા રૂ. ૭૫૦૦૦/- બે માથી જે ઓછુ હોય તે મળવા પાત્ર થશે. તો પ્રિસીઝન ફાર્મિંગ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂત મિત્રોએ તેઓના નામ, ગામ અને નંબર જેવી વિગતોની નોંધણી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh