Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી. જી. હોસ્પિટલ સહિત રાજ્યની હોસ્પિટલો સાબદીઃ
અમદાવાદ/ જામનગર તા. ૨૨: રાજકોટનાં ૧ સહિત ગુજરાતમાં કોરોનાના ૯ કેસ નોંધાતા જામનગરની જી. જી. હોસ્પિટલ સહિત રાજ્યની સરકારી હોસ્પિટલો સાબદી થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ કોરોનાની પુનઃપ્રવેશને લઈને ગભરાટ નહીં પણ તકેદારી રાખવા સૂચવ્યું છે.
ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતાં આંકડો ૯ પર પહોંચ્યો છે. અમદાવાદમાં ૨૦ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. કોરોનાને લઇ સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, સાથે કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ અને ૨૦ હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૨૨ બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
અમદાવાદમાં કોરોનાના ૮ કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો ૨૦,૦૦૦ લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ ઓફિસર ડો. એસ.એન. ચેટરજીના જણાવ્યા અનુસાર જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં કોવિડના વેરીયેન્ટના સંદર્ભમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પહેલા કોરોનાના કહેર સમયે ડો. ચેટર્જીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.
જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં જરૂરી દવાઓ તથા સંલગ્ન સુવિધા પુરતા પ્રમાણમાં છે. ઉપરાંત વેન્ટિલેટર-ઓકિસજન સહિતની તમામ બેડ પર સુવિધાઓ ઉપલબ્ધ છે, અને જી. જી. હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ એલર્ટ છે. અને જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો કોઈપણ પ્રકારનો નવો કેસ દેખાય તો તેને પહોંચી વળવા માટે જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, તેમ જણાવી ડો. ચેટર્જીએ કહ્યું હતું કે, જામનગર શહેર જિલ્લાની જનતાએ કોરોનાના નવા વેરિયેન્ટથી ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ સંપૂર્ણપણે સાવચેતી રાખવા અને ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના વયસ્કોએ વધારે સતર્કતા દાખવવા ડો. ચેટરજીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial