Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરની બસમાં કુવાડવા પાસે ચાર શખ્સોની તોડફોડ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામજોધપુરની ખાનગી ટ્રાવેલ્સની બસ રાજકોટ નજીકથી પસાર થતી હતી ત્યારે કેટલાક લોકોએ બસમાં તોડફોડ કરી ડ્રાઈવર- કલીનરને મારી નાંખવાની ધમકી આપી હતી. બસમાં મુસાફરોને લઈ જવા બાબતે આ ડખ્ખો થયો હતો. જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ કુવાડવા (રાજકોટ) નજીકથી પસાર થતી હતી ત્યારે ચાર શખ્સોએ પાઈપથી બસના કાચ તોડી નાંખી તેનો ચાલક કંડકટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મોટા વડીયા (તા. જામજોધપુર)ના ભીખન રમેશભાઈ કરંગીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  તા. ૨૦ના આ બસ જામજોધપુરથી ગાંધીનગર ગઈ હતી. ત્યાં બસ કલીનર ઈરફાનભાઈ ખેતા હતાં તેમને રાત્રે દ્વારકાધીશ ટ્રાવેલ્સના રણછોડભાઈ સભાડનો ફોન આવ્યો હતો કે, તમારી બસ બપોરે ૧ વાગ્યે ઈસ્કોનમાં લગાડજો અને તમારા શેઠને કહેવું હોય તો કહી દેજો અમારી બસના ડ્રાઈવર- કલીનર ખરાબ મગજનાં છે પછી ખોટી માથાકુટ થાય તો કહેતા નહીં આ પછી સવારે ગાંધીનગરથી મુસાફરો ભરીને બસ જામજોધપુર તરફ જવા રવાના થઈ હતી. ત્યારે કુવાડવા પાસે બસ પહોંચી ત્યારે કારમાં આવેલા ચાર શખ્સોએ બસમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh