Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ટુંપણીમાં નશાકારક હેન્ડ રબનું વેચાણ કરતા ત્રણની ધરપકડઃ ચારની શોધ

સેનેટાઈઝરના નામે મુંબઈના વસઈમાં ઉભી કરેલી ફેક્ટરીમાં બનાવાતું હતું કેફી પીણુઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રરઃ દ્વારકાના ટુંપણી ગામમાં એક દુકાનમાંથી નશાકારક પીણાની જણાઈ આવતા ૭૪ બોટલ પોલીસે કબજે કર્યા પછી તેની તપાસમાં જોડાયેલી દ્વારકા પોલીસની ટીમ તથા એલસીબી ટીમ દ્વારા આ પીણુ મુંબઈ નજીક વસઈમાં ઉત્પાદિન કરાતું હોવાનું શોધી કઢાયું છે. સાત શખ્સ ત્યાં હેન્ડ રબ (સેનેટાઈઝર) બનાવવાનું બહાનુ બતાવી આ પ્રકારનું કેફી પીણુ તૈયાર કરતા હતા અને વેચાણ માટે બજારમાં મુકતા હતા. પોલીસે હાલમાં ત્રણ શખ્સની ધરપકડ કરી લીધી છે અને બાકીના ચાર શખ્સના સગડ દબાવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગામોમાં થોડા વખત પહેલાં પોલીસે નશાકારક પીણા વેચતા તત્ત્વો પર ધોંસ બોલાવી હતી. તે પછી દ્વારકા તાલુકાના ટુંપણી ગામમાં આવેલી ચામુંડા પ્રોવિઝન નામની દુકાનમાં સેનેટાઈઝરના નામે વેચાતા કેફી પીણાની વિગતો પોલીસ સુધી પહોંચતા દ્વારકા પોલીસ સ્ટેશન સ્ટાફે તે દુકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી. જેમાં બે જુદા જુદા બ્રાંડ વાળી ૭૪ બોટલ મળી હતી.

તે બોટલ અંગે તપાસ માટે એસપી નિતેશ પાંડેયે સૂચના આપતા પીઆઈ ડી.પી. ભટ્ટ, એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ બી.એમ. દેવમુરારી તપાસમાં જોડાયા હતા. જેમાં ટુંપણી ગામના સવદાસ કરશન પોપાણીયા, ખંભાળિયાના ચિરાગ લીલાધર થોભાણી, અકરમ નઝીર બાનવાની પૂછપરછ હાથ ધરાતા આ વ્યક્તિઓ મુંબઈ નજીક આવેલા વસઈમાં હેન્ડ રબ (સેનેટાઈઝર) જેવું પીણુ ઉત્પાદિત કરી ગુજરાતમાં આયાત કરી તેનું વેચાણ કરતા હોવાની વિગત ખૂલી છે.

આ શખ્સો વસઈમાં એચઆર હર્બલ નામની ફેેકટરી શરૂ કરી આલ્કોહોલીક પીણુ તૈયાર કરતા હતા. તે પ્રવાહીની ચકાસણી કરવામાં આવતા તેમાં એક પ્રવાહીમાં ૫૬.૩ ટકા અને બીજામાં ૫૭.૧ ટકા ઈથાઈલ આલ્હોકોલની હાજરી જણાઈ આવી હતી.

નશો કરવા ઈચ્છતા વ્યક્તિઓ માટે આ લોકો હાથ સાથ કરવાના હેન્ડ રબ વેચાણથી આપી દેતા હતા અને નશાખોરો તેને પીને નશાની આદત પૂરી કરતા હતા ઝડપાયેલા ત્રણેય શખ્સે કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામના વતની અને હાલમાં ભાવનગરમાં રહેતા લખધીરસિંહ કાળુભા જાડેજા, ધર્મેશ પરસોત્તમ ઉર્ફે રઘો, હાલમાં મુંબઈમાં રહેતા હિમાંશુ અરવિંદ ગોસ્વામી, બ્રિજેશ ભાવેશ જાદવનું નામ આપ્યું છે.

આ શખ્સોમાંથી ચિરાગ તથા અકરમ સામે ખંભાળિયા પોલીસ મથકમાં બે વર્ષ પહેલાં આ પ્રકારના કહેવાતા આયુ. સીરપના વેચાણનો કેસ નોંધાયેલો છે. જ્યારે લખધીર સામે ખંભાળિયા પોલીસ મથકમાં બે વર્ષમાં ત્રણ ગુન્હા નોંધાયેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh