Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનુ ૫ણ દસ ગ્રામ દીઠ ૧૦૩૯ લાખની સપાટીએ ઓલ ટાઈમ હાઈ
મુંબઈ તા. ર૬: ચાંદીમાં એક જ દિવસમાં ૮૪૦૦ નો ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનાનો ભાવ પણ ઓલટાઈમ હાઈ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે.
વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને ઘરેલુ બજારમાં રોકાણકારોની ભારે ખરીદીને પગલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. જ્યારે સોનાએ પણ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી, જેના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
એમસીએક્સ પર ફેબ્રુઆરી-ર૦ર૬ વાયદાના સોનાનો ભાવ રૂ।. ૧,૦૬૪ ના ઉછાળા સાથે રૂ।. ૧,૩૯,૧૬૧ પ્રતિ ૧૦ ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. જો કે, ખરી તેજી ચાંદીમાં જોવા મળી હતી. માર્ચ-ર૦ર૬ વાયદાના ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે રૂ।. ૮,૪૪૯ નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, અને ભાવ રૂ।. ર,૩ર,ર૩૯ નો સર્વકાલીન ઊંચી સપાટીએ પહોચી ગયો હતો. શુક્રવારે શરૂઆતી વેપારમાં ચાંદીના વાયદાના ભાવ રૂ।. ૮,૦૦૦ થી વધુ ઉછળીને રૂ।. ર,૩ર,૭૪૧ પ્રતિ કિલોગ્રામની નવી ટોચે પહોંચ્યા હતાં.
બજારના નિષ્ણાતોના મતે આ અભૂતપૂર્વ તેજી પાછળ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ પરીબળો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાઓને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત વધતા ભૌગોલિક, રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. ચાંદીના ભાવમાં થયેલા મોટા ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરે પુરવઠાની અછત, મજબૂત ઔદ્યોગિક માંગ અને ભારતીય આયાતમાં વધારો જેવા કારણો મુખ્ય છે. સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પણ આ તેજી પાછળ એક મુખ્ય પરિબળ છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદી પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધઘટ પણ સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.
વર્ષ-ર૦રપ સોના અને ચાંદી બન્ને માટે અત્યંત ફાયદાકારક રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૭૦ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જે ૧૯૭૯ પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. જ્યારે ચાંદીના ભાવમાં ૧પ૦ ટકાથી વધુનો અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો હવે એ વાત પર નજર રાખી રહ્યાં છે કે શું આ તેજી નવા વર્ષમાં પણ ચાલુ રહેશે કે કેમ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial