Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદીઓના રહસ્યમય ઊંડાણમાં હજુ પણ ડાયનાસોર જેવા વિશાળ જીવો અસ્તીત્વ ધરાવે છે
ટાન્ઝાનિયા તા. ર૬: આફ્રિકાની નાઈલ નદીના ઊંડા પાણીમાં વૈજ્ઞાનિકોએ એક એવા જીવની શોધ કરી છે જે આપણને સીધા પ્રાગૈતિહાસિક કાળની યાદ અપાવે છે. તાજેતરના એક સંશોધનમાં ર૧ ફૂટ લાંબો વિશાળકાય મગર મળી આવ્યો છે, જે અત્યાર સુધીના વિજ્ઞાનના તમામ અંદાજોને ખોટા પાડે છે. આ શોધે સાબિત કર્યું છે કે, નદીઓના રહસ્યમય ઊંડાણમાં હજુ પણ ડાયનાસોર યુગ જેવા વિશાળ જીવો અસ્તિત્વ ધરાવે છે.
બુરૂન્ડી અને ટાન્ઝાનિયામાં સ્થિત 'આફ્રિકન રેપ્ટાઈલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ'ના જીવ વૈજ્ઞાનિકોની ટીમે રૂઝિઝી અને મારા નદીઓના જોખમી વિસ્તારોમાં મહિનાઓ સુધી સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં હાઈ-ટેક ડ્રોન, જીપીએસ ટેગિંગ અને ખાસ કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિનાઓની જહેમત પછી ર૧ ફૂટથી વધુ લંબાઈ ધરાવતો વિશાળ મગરમાં કેદ થયો હતો, જે સામાન્ય નાઈલ મગર (૧૬-૧૮ ફૂટ) કરતા કદમાં ઘણો મોટો છે.
આ નવી શોધે વિશ્વના સૌથી કુખ્યાત મગર 'ગુસ્તાવ'ની યાદ તાજી કરી દીધી છે. ઈતિહાસનો સૌથી મોટો મગર મનાતો ગુસ્તાવ આશરે ર૦ ફૂટ લાંબો હતો. તેને પકડવા માટે ૩ર ફૂટનું વિશાળ પાંજરૂ બનાવાયું હતું, પરંતુ તે ક્યારેય પકડાયો નહોતો. હવે મળી આવેલો મગર ગુસ્તાવ કરતા પણ એક ફૂટ લાંબો છે, જે વૈજ્ઞાનિક દૃષ્ટિએ અસાધારણ ઘટના છે.
આ મગર 'પ્રાગૈતિહાસિક પ્રમાણ' ધરાવે છે. આટલું વિશાળ શરીર હોવા છતાં તેની ચપળતા અને શિકાર કરવાની શક્તિ અટૂટ છે. ઈતિહાસમાં 'સાર્કોસુયસ' જેવા મગરો ૩પ ફૂટ લાંબા હતાં. વર્તમાન યુગમાં ર૧ ફૂટની લંબાઈ મળવી એ મગરોની મહત્તમ વૃદ્ધિ મર્યાદા વિશેની માન્યતાઓને પડકારે છે.
નાઈલ મગરો તેમના પ્રદેશના મોટા શિકારી છે. તે શિકારની ધીરજથી રાહ જુએ છે. માછલીઓ, પક્ષીઓ અને મોટા પ્રાણીઓ તેમનો ખોરાક બનાવે છે. નદી કિનારાના વિસ્તારોમાં, મોટા નર મગરો રાજ કરે છે. ત્યાં સૌથી યોગ્ય મગરોનું અસ્તિત્વ ટકાવી રાખવાનો અધિકાર છે.
આ શોધ માત્ર પ્રાણીજગત માટે જ નહીં, પરંતુ પર્યાવરણીય સંતુલન સમજવા માટે પણ મહત્ત્વની છે. આ વિશાળકાય મગર એ વાતનું પ્રતીક છે કે પ્રકૃતિમાં હજુ પણ એવા રહસ્યો છે જે મનુષ્યની કલ્પનાની બહાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial