Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-જામનગરને જોડતી સુપર ફાસ્ટ ટ્રેનોની માંગણી કરાઈ
જામનગર તા. ર૬: રેલવે સલાહકાર સમિતિ રાજકોટ ડિવિઝનની બેઠક ગત્ તા. ર૪ ના રાજકોટમાં મળી હતી, તેમાં સૌરાષ્ટ્રની ટ્રેન સંબંધિત રજૂઆતો કરવામાં આવી હતી.
ખાસ કરીને ઓખા-અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવાની માગ ઊઠવા પામી હતી. ઉપરાંત ઓખા-ભૂજ સુપર ફાસ્ટ ટ્રેન વાયા રાજકોટની પણ માગણી કરવામાં આવી હતી, જો કે આ માગણી સંદર્ભે એવો જવાબ અપાયો હતો કે, મીટર લાઈનની મર્યાદાના કારણે હાલ આ ટ્રેન શરૂ કરવી શક્ય નથી.
ઓખા રેલવે સ્ટેશનમાં આરામ કક્ષની વ્યવસ્થા કરવા ઓખા-મથુરા વચ્ચે ટ્રેન સેવા આપવા, જામનગર-બાંદ્રા (હમ સફર) અને હાપા-મુંબઈ (દૂરન્તો) ટ્રેનને દ્વારકા સુધી લંબાવવા, સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેનને જુના સમયે દોડાવવા જામનગર-અમદાવાદ વચચે દોડતી વન્દે ભારત ટ્રેનને મુંબઈ સુધી દોડાવવા, ઉપરાંત ઓખા-દહેરાદૂન ટ્રેન દૈનિક ધોરણે ચલાવવા, ઓખા-રામેશ્વરમ્ અને ઓખા-ગોરખપુર સપ્તાહમાં એક વખત ચાલે છે તેને ત્રણ વખત ચલાવવા સહિતના મુદ્દાઓ આપને માગણી-રજૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial