Advertisement
Author: નોબત સમાચાર

રસ્તામાં પડી ગયેલા મોબાઈલને શોધી મૂળ માલિકને પરત અપાવતી કમાન્ડ ટીમ

રૂ।.૩૦ હજારનો ફોન પરત સોંપી અપાયોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૯: જામનગરના એક આસામીના ત્રણ સપ્તાહ પૂર્વે પડી ગયેલા મોબાઈલને શોધી કાઢી કમાન્ડ એન્ડ કંટ્રોલની ટીમે પરત સોંપ્યો છે.

જામનગરમાં રોઝી પેટ્રોલપંપ નજીક એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા મુકેશ મોહનરાવ નામના આસામીનો રૂ।.૩૦ હજારની કિંમતનો મોબાઈલ ગઈ તા.૫ની સાંજે રસ્તામાં ક્યાંક પડી જતા તેઓએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યાે હતો.

ઉપરોક્ત મોબાઈલ શોધવા માટે પોલીસે શરૂ કરેલી તપાસમાં કેટલાક સીસીટીવી કેમેરા ચકાસાયા હતા. જેમાં એક રિક્ષાચાલકને મોબાઈલ મળ્યાનું જણાઈ આવતા તે મોબાઈલ પરત મેળવી તેના માલિકને સોંપી અપાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh